fbpx
ગુજરાત

મનીષા વકીલ મંત્રી તરીકે પહેલા દિવસે જ મહિલા-બાળ વિકાસ કમિશ્નરની કચેરી પહોંચ્યા


મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલાએ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. ત્યાર બાદ મંત્રીએ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.આ બેઠકમાં આઇ.સી.ડી.એસ નિયામક ડી.એન.મોદી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી મનીષા વકીલે આજે પદભાર સાંભળ્યાના પ્રથમ દિવસે ડો. જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય) બ્લોક નંબર.૨૦ સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરી ખાતે મુલાકાત લીધી હતી. મહિલા અને બાળ વિકાસ કમિશનર વિભાગ સંલગ્ન કચેરીઓના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને મંત્રી મનીષા વકીલે મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા.

Follow Me:

Related Posts