fbpx
રાષ્ટ્રીય

મનીષ સિસોદિયા સાથે સત્યેન્દ્ર જૈને આપી દીધુ રાજીનામુ

દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્હીની રાજ્ય કેબિનેટમાં તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સીએમ અરવિંદ કેજરીવાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની ઝ્રમ્ૈં દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની એક્સાઈઝ નીતિની રચનામાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ગઇકાલે લગભગ ૮ કલાકની પૂછપરછ બાદ ઝ્રમ્ૈં દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઝ્રમ્ૈં સૂત્રોના જણાવ્યા અનુસાર, સિસોદિયાની ધરપકડ પુરાવાનો નાશ કરવાના આરોપમાં કરવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે.

હવે સિસોદિયા ૪ માર્ચ સુધી ઝ્રમ્ૈં રિમાન્ડ પર રહેશે. સીબીઆઈની ટીમે કોર્ટમાં કહ્યું હતું કે એક્સાઈઝ કૌભાંડમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની પૂછપરછ કરવાની બાકી છે અને આ મામલે વિગતવાર માહિતી જરૂરી છે. આ બધા માટે તેને પાંચ દિવસના રિમાન્ડની જરૂર હતી અને ચુકાદો પણ તેની તરફેણમાં આવ્યો હતો. આ સાથે ભાજપ દ્વારા ટિ્‌વટર વોરમાં તેઓને આરોપી નંબર વન ઠેરવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે ગઇકાલે આઠ કલાકથી સીબીઆઇ દ્વારા તેઓની પૂછપરછ ચાલી હતી. આખરે તેઓની ધરપકડ કરવામાં આવી છે. ઝ્રમ્ૈં સૂત્રોના જણાવ્યા અનુસાર, સિસોદિયાની ધરપકડ પુરાવાનો નાશ કરવાના આરોપમાં કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ડેપ્યુટી ઝ્રસ્ મનીષ સિસોદિયા પર અનેક ફોન સેટ નષ્ટ કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું કે સિસોદિયાને આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હીના ડેપ્યુટી ઝ્રસ્ મનીષ સિસોદિયાની ધરપકડના દિવસને આમ આદમી પાર્ટીએ લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો છે. પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું, ‘લોકશાહી માટે કાળો દિવસ! કરોડો બાળકોના ભવિષ્યને ઘડનાર વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ભાજપની સીબીઆઈએ એક નકલી કેસમાં ધરપકડ કરી છે. રાજકીય દુશ્મનાવટના કારણે ભાજપે આ ધરપકડ કરાવી છે. આ પ્રકારના આક્ષેપ આપ દ્વારા લગાવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts