fbpx
રાષ્ટ્રીય

મની લોન્ડરિંગના આરોપમાં ચરણપ્રીત સિંહની ધરપકડ કરી

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહેલી ઈડ્ઢએ ચરણપ્રીત સિંહના રૂપમાં ૧૭મી ધરપકડ કરી છે. ચરણપ્રીત સિંહે જૂન ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૨ સુધી આમ આદમી પાર્ટીના ગોવા ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. ચરણપ્રીતને ફેબ્રુઆરી ૨૦૨૨માં આમ આદમી પાર્ટી તરફથી પગાર મળ્યો હતો. મળતી માહિતી મુજબ, ચરણપ્રીત સિંહને ઉૈંઢજીઁદ્ભ કોમ્યુનિકેશન તરફથી દિલ્હી સરકારમાં ઁઇ તરીકે કામ કરવા માટે ૫૫ હજાર રૂપિયા મળ્યા હતા. આ કંપની દિલ્હી સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ સાથે સંકળાયેલી હતી. એવું માનવામાં આવે છે કે ચરણપ્રીત વિજય નાયર સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સાથે પણ સંકળાયેલા હતા. સીબીઆઈએ મે ૨૦૨૩માં તેની ધરપકડ પણ કરી હતી. ચરણપ્રીત સિંહની ધરપકડ કર્યા બાદ ઈડ્ઢએ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને ૧૮મી એપ્રિલ સુધી ઈડ્ઢ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. હવે ઈડ્ઢ દારૂ કૌભાંડ કેસમાં ચરણપ્રીત સિંહની પૂછપરછ કરશે.

આ મામલામાં અત્યાર સુધીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક હાઈપ્રોફાઈલ ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલની સાથે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ તિહાર જેલમાં બંધ છે. રાઉઝ એવન્યુ કોર્ટ આ કેસના આરોપી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના આરોપો સાથે સંબંધિત કેસની સુનાવણી ૨૪ એપ્રિલે કરશે. કેસની સુનાવણી દરમિયાન, સિસોદિયા તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે આરોપો પર સુનાવણી હવે શરૂ થવી જાેઈએ નહીં કારણ કે સીબીઆઈએ આ કેસમાં કે કવિતાની ધરપકડ કરી છે. સિસોદિયાના વકીલે એમ પણ કહ્યું કે અરુણ પિલ્લઈએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સુનાવણી એક-બે દિવસમાં થઈ શકે છે. તેથી હાઈકોર્ટના આદેશ બાદ ચાર્જ પર સુનાવણી શરૂ થવી જાેઈએ. તે જ સમયે, રાઉઝ એવન્યુ કોર્ટ મનીષ સિસોદિયાની જામીન અરજી પર ૨૦ એપ્રિલે સુનાવણી કરશે.

Follow Me:

Related Posts