fbpx
બોલિવૂડ

મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હી પોલીસે નોરા ફતેહીની પૂછપરછ કરતા જેકલિનની મુશ્કેલી વધી

તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હી પોલીસે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ એટલે કે ઈર્ંઉએ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. રિપોર્ટ્‌સના અનુસાર, નોરાની દિલ્હી પોલીસે ૬ કલાક સુધી પૂછપરછ કરી છે. આ કેસમાં ઈડ્ઢએ જેકલિન ફનાર્ન્ડિઝને આરોપી બનાવી છે. તેમજ પોલીસે જેકલિનને સમન્સ જાહેર કરતા ૧૨ સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવી છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર, દિલ્હી પોલીસે ૬ કલાકમાં નોરાને લગભગ ૫૦ પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં સુકેશ પાસેથી ગિફ્ટ ક્યા લીધી? તમે તેને ક્યાં મળ્યા?જેવા કેટલાક પ્રશ્નો હતા નોરાએ સમગ્ર પૂછપરછમાં મદદ કરી હતી. તેમજ નોરાએ જવાબ આપતા જણાવ્યું કે,હું સુકેશની પત્નીને નેલ આર્ટ ફંક્શનમાં મળી હતી.અહીં તેણે મને મ્સ્ઉ કાર ગિફ્ટ કરી હતી. બંનેના ગુનાહિત ઇતિહાસ વિશે મને ખબર નહોતી. આ સાથે નોરાએ કહ્યું કે મારું જેકલીન સાથે કોઈ કનેક્શન નથી.

૨૦૦ કરોડની મની લોન્ડ્રિંગ કેસમાં ઈડ્ઢની પૂછપરછમાં આરોપી સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી અને જેકલીન ફનાર્ન્ડિઝને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ આપવાનો ખુલાસો કર્યો હતો. ૧૪ ઓક્ટોબરે નોરા અને સુકેશની સામસામે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન નોરાએ પોતે ૧ કરોડથી વધુની કિંમતની લક્ઝરી કાર ગિફ્ટમાં લીધી હોવાનું કબૂલ્યું હતું. સુકેશની પત્ની લીના પોલની ચેન્નઈમાં યોજાયેલી એક ઈવેન્ટને અટેન્ડ કરવાના બદલામાં નોરા ફતેહીને એક મ્સ્ઉ કાર અને એક આઈફોન ગિફ્ટ આપ્યો હતો. આ મામલામાં મની લોન્ડ્રિંગ એક્ટ ૨૦૦૨ સેક્શન ૫૦(૨) અને ૫૦(૩) અંતર્ગત નોરાનું સ્ટેમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તેમાં તેણે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. ઈડ્ઢએ આ કેસમાં જેકલિનને પણ આરોપી બનાવી છે. દિલ્હીની પટિયાલા કોર્ટે બુધવારે આ મામલે સુનાવણી કરી હતી. તેના પછી એક્ટ્રેસ જેકલિન ફર્નાડિઝને સમન્સ જાહેર કરતા ૨૬ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. તે સાથે જ ૧૨ સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ એક્ટ્રેસની પૂછપરછ કરશે.

Follow Me:

Related Posts