fbpx
રાષ્ટ્રીય

મનુ-સરબજાેત બ્રોન્ઝ માટે કાલે રમશે.મનુ ભાકર અને સરબજાેત સિંહે ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમની ક્વોલિફિકેશન મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું

મનુ-સરબજાેત બ્રોન્ઝ માટે કાલે રમશે.મનુ ભાકર અને સરબજાેત સિંહે ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમની ક્વોલિફિકેશન મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ત્રીજા ક્રમે રહ્યા હતા. તેની પાસે હવે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. જ્યારે, અર્જુન ચીમા અને રિધમ સાંગવાન ૧૦મા સ્થાને રહ્યા અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા છે.તમને જણાવી દઈએ કે,મનુ-સરબજાેત ૩૦ જુલાઈએ બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન ખેલાડીઓ સામે ટકરાશે. ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં રિધમ સાંગવાન અને અર્જુન ચીમાની સારી શરુઆત રહી હતી.

ત્યારબાદ ૫૭૬-૧૪ટના ટોટલ સાથે ૧૦માં સ્થાને રહ્યા છે. મનુ ભાકર અને સરબજાેત સિંહે ૫૮૦-૨ટનો સ્કોર બનાવ્યો હતો. મનુએ રવિવારના રોજ મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. ઓલિમ્પિક મેડલ જીતનારી તે પહેલી ભારતીય મહિલા શૂટર બની છે. તેણે ૧૨ વર્ષ બાદ ઓલિમ્પિક શૂટિંગ રેન્જમાં ભારતને મેડલ અપાવ્યો છે. ભારત તરફથી વધુ એક શૂટર રમિતા જિંદાલના હાથે નિરાશા લાગી છે. ૧૦ મીટર એર રાઈફલની ફાઈનલમાં તે ૭માં સ્થાને રહી હતી. ૨૦ વર્ષની રમિતાએ ૮ શૂટર્સની ફાઇનલમાં ૧૪૫.૩નો સ્કોર કર્યો હતો. તે ૧૦ શોટ બાદ ૭મા સ્થાને રહી હતી. રવિવારના રોજ રમિતા ક્વોલિફિકેશનમાં પાંચમા નંબર પર રહી હતી. પેરિસ ઓલિમ્પિકમાં દેશને પહેલો મેડલ જીતાડનાર શૂટર મનુ ભાકરે વધુ એક શાનદાર પ્રદર્શન કર્યું છે. મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં દેશને બ્રોન્ઝ મેડલ જીતાડ્યા બાદ મિક્સ ઈવેન્ટમાં પણ મેડલની આશા છે. મનુ ભાકર અને સરબજાેત સિંહ મિક્સ ઈવેન્ટમાં ત્રીજા સ્થાને રહી હતી. હવે બંન્ને મળીને બ્રોન્ઝ મેડલ મેચમાં સાઉથ કોરિયાના શૂર્ટર્સ સામે હશે. મનુ ભાકર અને સરબજાેતની બ્રોન્ઝ મેડલ મેચ મંગળવારના રોજ બપોરે ૧ કલાકે રમાશે.

Follow Me:

Related Posts