મને ઓફિસમાં બોલાવી પૂછ્યુ કે તમે ત્યાં જ હતા?… ત્યાર બાદ એક કાગળ ઉપર સહિ કરાવી લીધીભીંતચિત્રો પર કાળો રંગ લગાવવાના કેસના ફરીયાદીએ મોટો ખુલાસો કર્યો
બોટાદમાં સાળંગપુર ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવાના કેસના ફરીયાદી ભુપત ખાંચરે વીડિયો બનાવી મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ છે કે મને ફરિયાદી બનાવ્યાની જાણ જ મને સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ છે. ભીંતચિત્રો પર કાળો રંગ કોઇ વ્યક્તિએ લગાવ્યાની ઘટના બાદ મને ઓફિસમાં બોલાવીને એક કાગળ ઉપર સહિ કરાવી લેવાઇ હતી. બોટાદમાં શનિવારે કિંગ ઓફ હનુમાનની પ્રતિમાના નીચે લગાવેલા ભીંતચિત્રો પર નજીકના જ ગામના એક રહેવાશી હર્ષદ દેસાઇએ કાળો રંગ કરી દીધો હતો. જે પછી વિવાદ વકર્યો હતો. ત્યારે આ કાળો રંગ લગાવવાના કેસમાં ફરિયાદ કરનાર ભુપત ખાંચરે વીડિયો બનાવી મોટો ખુલાસો કર્યો છે. ભુપત ખાંચરેએ વીડિયોમાં જણાવ્યુ કે હું હનુમાનજી મંદિરે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું.
જે દિવસે ભીત ચિત્રો કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડ્યુટી ત્યાં જ હતી. બનાવ બન્યાને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછ્યુ કે તમે ત્યાં જ હતા. ત્યાર બાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહિ કરાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે. આ સાથે જ વીડિયોમાં ભુપત ખાંચરેએ જણાવ્યુ હતુ કે મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારુ નામ ઉમેરાયું છે, જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. તેમણે જણાવ્યુ કે ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું .
સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો છે. હનુમાનજીના અપમાનને લઈ સંતો અને સનાતની સમાજમાં આક્રોશ વધ્યો છે. સાધુ-સંતો, મહંતોમાં હનુમાન દાદાના અપમાન બાદ નારાજગી વધી રહી છે. સાધુ-સંતોની એક જ માગ છે કે, આ વિવાદિત ભીંતચિત્રો દૂર કરી દો. અને વિવાદનો અંત લાવો. સાથે જ આ સંતો-મહંતો ભીંતચિત્રો પર થયેલા હુમલાને પણ આક્રોશનો જ ભાગ ગણાવી રહ્યા છે અને જાે ચિત્રો દૂર નહીં થાય તો આવા જ પરિણામો ન આવે તેની તાકીદ લેવા પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અપીલ કરી છે.
Recent Comments