મને ખાત્રી છે દર્શકોને ફિલ્મ ગમશે :અમિકા શૈલ
બોલીવૂડમાં એવા અનેક કલાકારો છે જે અભિનય કરવા ઉપરાંત ગાયન ક્ષેત્રે પણ નામના ધરાવે છે. આવી જ એક ગાયીકા અમિકા શૈલ છે. જે હવે અભિનેત્રી બની ગઇ છે. હાલમાં અમિકા વેબ ફિલ્મમાં કામ કરી રહી છે. ‘ઇન્ટેનશન’ નામની વેબ ફિલ્મમાં તેની સાથે અલી અસગર, રાહુલ દેવ, બ્રહ્મા મિશ્રા અને રૂશલાન મુમતાઝ મુખ્ય ભુમિકામાં છે. અમિકાએ કહ્યું હતું કે આ એક થ્રિલર ફિલ્મ છે અને મને ખાત્રી છે કે દર્શકોને ખૂબ જ પસંદ પડશે, કારણ કે આગળ શું થશે એવી સતત તેમનામાં તાલાવેલી જાેવા મળશે. આ એક ફ્રેશ સ્ટોરી છે જેમાં ત્રણ ફ્રેન્ડ્સને ચોરી કરવા માટેનો કોન્ટ્રેકટ આપવામાં આવે છે. પણ તે ચોરી કરવા જે ઘરમાં જાય છે તેમાં ફસાય જાય છે. એક પછી એક મર્ડર થવા માંડે છે. અમિકા છેલ્લે ‘હાઇ તૌબા ઃ ચેપ્ટર ૩’માં જાેવા મળી હતી. ઓટીટી વિશે અમિકાનું કહેવું છે કે ઓટીટીનો બેસ્ટ પાર્ટ એ છે કે નોન-કન્વેશનલ સ્ટોરીને રજૂ કરવા માટે લોકોને પ્લૅટફોર્મ મળી ગયું છે.
Recent Comments