fbpx
બોલિવૂડ

મને તો ખબર જ હતી કે ટાઇટન સબમર્સિબલમાં ૫ લોકોના મોત થયા : ડાયરેક્ટર કેમરૂન

ટાઇટેનિકના કાટમાળની ટુરિસ્ટ ટ્રીપ માટે ગયેલી ટાઇટન સબમર્સિબલની લાંબા સમય સુધી ભાળ મળી નથી. તેની શોધખોળ દરમિયાન તેના કેટલાક મહત્વના પાર્ટ્‌સ મળ્યા છે. અમેરિકાના અધિકારીઓએ ટાઈટનમાં સવાર તમામ પાંચ લોકોનું મૃત્યુ થયું હોવાનું પુષ્ટી કરી છે. આ દરમિયાન ફિલ્મ મેકર અને ડીપ સી એક્સ્પ્લોર જેમ્સ કેમરોને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેમ્સ કેમરોન જણાવે છે કે, જ્યારે તેમને સોમવારે ખબર પડી કે, ટાઈટેનિક સાથે જાેડાયેલ સબમરિન ગાયબ હતી, તે સમયે તેમણે ડીપ-સી ડાઈવરનો સંપર્ક કર્યો હતો. ડીપ-સી ડાઈવર સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, સબમર્સિબલમાં કમ્યુનિકેશનન અને ટ્રેકિંગ તૂટી ગયું હતું. જેમ્સ કેમરોન કહે છે કે, એક તીવ્ર મોજુ આવતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હશે. સબમરિનની પ્રણાલી નષ્ટ થઈ ગઈ હતી. આ સબમરિનમાં સ્વ બેટરી પાવર સંચાલિત હતી. ટ્રાન્સપોન્ડરનો ઉપયોગ જહાજ ટ્રેક માટે કરવામાં આવે છે. નોંધનીય છે કે, કેમરોને વર્ષ ૧૯૯૭માં હિટ ફિલ્મ ‘ટાઈટેનિક’નું નિર્દેશન કર્યું હતું અને આ ફિલ્મ બનાવવા માટે ટાઈટેનિકના કાટમાળની ૩૩ વાર મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે અન્ય લોકો સાથે વાતચીત કરી હતી. કેમરોનને જાણવા મળ્યું હતું કે, ‘વિસ્ફોટ થયો હોય તેવો તીવ્ર અવાજ સંભળાયો હતો.

તેઓ કહે છે કે, આ તમામ બાબતો વિશે જાણવા મળતા મને લાગ્યું હતું કે, તેમનું મોત થઈ ગયું હશે. જેથી હું જેટલા લોકોને ઓળખતો હતો, તેમને જણાવી દીધું કે, મેં મારા સાથીઓને ગુમાવી દીધા છે. ટાઈટન સબમરિન રવિવારના રોજ ઉત્તરી એટલાન્ટીકમાં ટાઈટેનિકના કાટમાળ તરફ આગળ વધી રહી હતી, તે સમયે સબમરિનમાં પાંચ લોકો સવાર હતા. સબમરિન પાણીમાં ઉતરી તેના ૧ કલાક અને ૪૫ મિનિટ પછી જહાજ સાથે સંપર્ક તૂટી ગયો હતો, ત્યાર પછી સબમરિનની શોધખોળ કરવામાં આવી. અમેરિકી અધિકારીઓએ ગુરુવારના રોજ જાહેરાત કરી હતી કે, સમુદ્ર તટ પર ટાઈટનનો કાટમાળ મળી આવ્યો છે. આ કાટમાળ પરથી લાગી રહ્યું હતું કે, જહાજ ફાટી ગયું હતું અને તેમાં સવાર પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. પાંચ મૃતકોમાં સ્ટૉકટન રશ, શહજાદા દાઉદ અને તેમના દીકરા સુલેમાન દાઉદ, હામિશ હાર્ડિંગ અને પૉલ હેનરી નાર્જિયોલેટ શામેલ છે. નૌસેના સિનિયર અધિકારીઓએ જણાવ્યા અનુસાર જે જગ્યાએ જહાજ હતું તે જગ્યાએથી અમેરિકી નૌસેનાને રવિવારે પ્રચંડ વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ થયો હતો કે, નહીં તે નિશ્ચિતપણે કહી શકાય નહીં. કેમરોન જણાવે છે કે, સબમરિને સંપૂર્ણપણે સંપર્ક ગુમાવતા તેવું બિલકુલ પણ ના કહી શકાય કે, તેઓ બચી શક્યા હશે. ઓશિયન ગેટના કો-ફાઉન્ડર ગુઈલેર્મો સોહનલેને કેમરોનની કમેન્ટની પ્રતિક્રિયા આપી છે અને લોકો આ બાબતે અટકળો ના લગાવવાનો આગ્રહ કર્યો છે.

ગુઈલેર્મો સોહનલેને જણાવે છે કે, ‘કેમરોને આ બાબતે જાતે શોધખોળ કરી છે. આ ઘટનાનો ર્નિણય આવે ત્યાં સુધી આપણે રાહ જાેવી જાેઈએ કે, ખરેખર શું થયું છે?’ ડીપ ઓશિયન એક્સ્પ્લોરેશન ખૂબ જ સ્મોલ કમ્યુનિટી છે. લગભગ આપણે તમામ લોકો એકબીજાને જાણીએ છીએ અને સમ્માન કરી કરીએ છીએ. જીમ એક ખૂબ જ સારો અનુભવી ઓશિયન એક્સ્પ્લોરર છે, પરંતુ પાણીની નીચે કામ કરવું તે ખૂબ જાેખમી ઓપરેશન છે. કેમરોને વર્ષ ૧૯૮૯માં થ્રિલર ફિલ્મ ‘ધ એબિસ’નું નિર્દેશન કર્યું હતું. વર્ષ ૨૦૧૨માં મારિયાના ટ્રેંચની શોધ કરી હતી. જે પૃથ્વીની ૭ માઈલ નીચે આવેલ મહાસાગરોમાં સૌથી ઊંડુ સ્થળ માનવામાં આવે છે. કેમરોન વધુમાં જણાવે છે કે, ‘આશા છે કે, આ પ્રકારની દુર્ઘટનાને કારણે ઓશિયન એક્સપ્લોર કરવા માટે ટુરિસ્ટ નિરાશ નહીં થાય. એક્સપ્લોરેશન બાબતે વધુ ચિંતા નથી, પરંતુ આ ઘટનાને કારણે સિટીઝન એક્સપ્લોરર અને ટુરિસ્ટ પર નકારાત્મક અસર થશે.’

Follow Me:

Related Posts