મને વિશ્વાસ છે કે, આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે અને અમે તેને ડિઝર્વ કરીએ છીએ. : પલ્લવી જાેશી
આ વર્ષે બોલિવૂડની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળતા મેળવી શકી નથી. ગણતરીની ફિલ્મોને બાદ કરતા સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો દબદબો રહ્યો છે. સાઉથ ઈન્ડિયન એક્ટર્સની પાન ઈન્ડિયા લેવલ પર પોઝિટિવ ઈમેજ ઉભરી આવી છે અને તેની સામે બોલિવૂડ સુપરસ્ટાર્સના સ્ટારડમમાં ઘટાડો થયો છે. જાે કોઈને ફાયદો થયો છે તો તેમાના એક છે કાર્તિક આર્યન અને બીજા વિવેક અગ્નિહોત્રી. કાર્તિકને એક પછી એક મોટા બેનરની ફિલ્મો મળી રહી છે તો બીજી તરફ, વિવેક અગ્નિહોત્રી તેમની આગામી ફિલ્મ ‘દિલ્હી ફાઈલ્સ’ની તૈયારી કરી રહ્યા છે અને અત્યારે આ ફિલ્મના પ્રિ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી હતી અને ઘણાં વર્ષો સુધી મહેનત કર્યા બાદ તેમણે ચોટદાર સંવાદો સાથેની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી.
વિવેકના અભિનેત્રી પત્ની અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માં મહત્ત્વનું પાત્ર ભજવનાર પલ્લવી જાેશીએ કહ્યું હતું કે, અમને ખબર જ હતી કે અમારી આ ફિલ્મની બીજા કોઈ એવોર્ડ ફંક્શનમાં ગણતરી થવાની નથી અને અમને કોઈ એવોર્ડ આપવાનું નથી પરંતુ અમને તેનાથી કોઈ ફરક નથી પડતો. મને વિશ્વાસ છે કે, આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે અને અમે તેને ડિઝર્વ કરીએ છીએ. અમને ઓડિયન્સે ખૂબ જ પ્રેમ આપ્યો છે. અમે વિચાર્યું જ ન હતું કે, અમે સફળ રહીશું. વિવેક અને મેં આ ફિલ્મ પ્રોડયુસ કરીને હિંમતનું કામ કર્યું હતું અને ઈતિહાસના પાનાઓમાંથી અમે સત્ય ઘટના બહાર લાવીને લોકો સમક્ષ રજૂ કરી છે. હું સાચું કહું તો, ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આ બંને ફિલ્મોએ અમારી જીંદગી બદલી નાખી છે.
Recent Comments