વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 114 મા એપિસોડમાં કહ્યું કે, અમારી યાત્રાને 10 વર્ષ થઈ ગયા છે. આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે શરૂ થયો હતો. પ્રેક્ષકો જ આ કાર્યક્રમના વાસ્તવિક શિલ્પકાર છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા સમાજમાં સામૂહિકતાની ભાવના સાથે જે પણ કામ થઈ રહ્યું છે, તેને ‘મન કી બાત’ દ્વારા સન્માન મળે છે. જ્યારે હું મન કી બાત વિશે વાત કરું છું. મને મળેલા પત્રો વાંચીને મને ખ્યાલ આવે છે કે આપણા દેશમાં કેટલા પ્રતિભાશાળી લોકો છે, તેમનામાં દેશ અને સમાજની સેવા કરવાની કેટલી ખેવના છે.પીએમ મોદીએ કહ્યું, આજનો એપિસોડ મને ભાવુક કરી દેશે… તેનું કારણ એ છે કે અમે મન કી બાતમાં અમારી સફરના 10 વર્ષ પૂરા કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આ વરસાદી મોસમ આપણને યાદ અપાવે છે કે ‘જળ સંરક્ષણ’ કેટલું મહત્વનું છે.ઉત્તરાખંડનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક સરહદી ગામ ‘ઝાલા’ છે. અહીંના યુવાનોએ પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે એક ખાસ પહેલ શરૂ કરી છે. તેઓ તેમના ગામમાં ‘ધન્યવાદ પ્રકૃતિ’ અભિયાન ચલાવે છે. તેઓ દરરોજ બે કલાક સફાઇ કરે છે. ગામની ગલીઓમાં પથરાયેલો કચરો એકઠો કરીને ગામની બહાર નિર્ધારિત જગ્યાએ ફેંકવામાં આવે છે.અમેરિકા મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘મારી અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકન સરકારે લગભગ 300 પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી છે. યુએસ પ્રમુખ બાઇડેન, સંપૂર્ણ સ્નેહ દર્શાવતા, મને આમાંથી કેટલીક કલાકૃતિઓ ડેલાવેરમાં તેમના ખાનગી નિવાસસ્થાનમાં બતાવી. પરત કરવામાં આવેલી કલાકૃતિઓ ટેરાકોટા, પથ્થર, હાથીદાંત, લાકડું, તાંબુ અને કાંસ્ય જેવી સામગ્રીથી બનેલી છે. આમાંના ઘણા ચાર હજાર વર્ષ જૂના છે. અમેરિકાએ ચાર હજાર વર્ષ જૂનાથી લઈને 19મી સદી સુધીની કલાકૃતિઓ પરત કરી છે.
Recent Comments