fbpx
ગુજરાત

“મન હોય તો માળવે પહોંચાય” આંગળી સિધ્યા નું પુણ્ય જન્મ થી સંપૂર્ણ અંધ દીકરી વૃષ્ટિ વેકરિયા ની ઈચ્છા પૂર્તિ કરતા મનસુખભાઈ કાસોદરિયા અને મહેશભાઈ સવાણી

સુરત સેવા કરવી એ સૌથી મોટું સદભાગ્ય છે પછી સેવા કોઈ પણ પ્રકાર ની હોય એ સેવા થી કોને કેટલો લાભ થશે ? એ માન્યતા અહીં ગૃહિત ગણીએ દેશ રાજ્ય કે ગામ ને લાભ થશે કે નહીં ? પણ એ સેવા જરૂરિયાત મંદ વ્યક્તિ સુધી પહોંચે તો ચોક્કસ લાભ થશે અંધકાર માંથી પ્રકાશ તરફ લઇ જતી સેવા એટલે જન્મ થી સંપૂર્ણ અંધ વૃષ્ટિ વેકરિયા ની ઈચ્છા પૂર્તિ “મન હોય તો માળવે પહોંચાય” મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના નાનકડા ખાખરીયા ગામ ના હાલ સુરત સ્થિત મનસુખભાઈ કાસોદરિયા પોતે અનેક પ્રકાર ની સેવા માટે જાણીતું નામ છે ૧૦૮ વખત રક્તદાન કરી ચૂકેલા ગ્રીન આર્મી ના મોભી પર્યાવરણ ક્ષેત્રે નમૂના રૂપ મુહિમ થી સુવિખ્યાત બનેલ મનસુખભાઈ કાસોદરિયા ને મળવા ની ઈચ્છા વ્યક્ત કરતી જન્મ થી સંપૂર્ણ અંધ દીકરી વૃષ્ટિ વેકરિયા મૂળ જૂનાગઢ જિલ્લા ના ગ્રામ્ય ના હાલ સુરત માં સામાન્ય લેબરકામ કરતા પરિવાર દીકરી એ કોઈપણ રીતે મનસુખભાઈ ને મળવા ની ઈચ્છા વ્યક્ત કરી

આ દીકરી ની ઈચ્છા પૂર્તિ માટે મનસુખભાઈ કાસોદરિયા દંપતી વૃષ્ટિ વેકરિયા ને રૂબરૂ મળ્યા ખૂબ આત્મીય ભાવે પોતા ના સ્વજન ને મળ્યા નો અહેસાસ કરતી વૃષ્ટિ ખૂબ રાજી થઈ અને મહેશભાઈ સવાણી ની મુલાકાત કરવા ની ઈચ્છા વ્યક્ત કરી પ્રજ્ઞાચક્ષુ કુ. વૃષ્ટિ વેકરિયા ઈચ્છા પૂર્તિ માટે તુરંત મનસુખભાઈ કાસોદરિયા એ સુરત માં અસંખ્ય દીકરી ઓના પાલક પિતા મહેશભાઈ સવાણી ને કુ.વૃષ્ટિ વેકરિયા ની વાત  કરતા ક્ષણભર નો વિલંબ કર્યા વગર મહેશભાઈ સવાણી મનસુખભાઇ કસોદરિયા ના નિવાસ સ્થાને વૃષ્ટિ વેકરિયા જન્મ થી સંપૂર્ણ અંધ દીકરી ને મળ્યા  સ્થળ સંજોગ સ્થિતિ ગમે તે હોય જેને મેળવવા ઈશ્વર નું અસ્તિવ સ્વંયમ સમય નિર્માણ કરે છે યોગ્ય વ્યક્તિ ને યોગ્ય વ્યક્તિ મળી જાય એ ઈશ્વરીય સંકેત કહેવાય સુરત ની  સુર સંધ્યા દિવ્યાંગ કું. વૃષ્ટિ વેકરીયા સંગીત સંધ્યા દ્ર્ષ્ટી વિહિન દિવ્યાંગ બાળ કલાકાર અને તેમના પિતાશ્રી પરેશભાઈ વેકરીયા ના સમગ્ર પરિવારે ખૂબ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઈશ્વરે ભલે કુ.વૃષ્ટિ  વેકરિયા ને દૃષ્ટિ નથી આપી

છતાં ઇશ્વર ની વ્યાખ્યા તેમના સુંદર  શબ્દો અને સંગીત કળા અમોઘ દ્રષ્ટી રૂપ બની રહી છે સંગીત કળા ખુબ જ સારી રીતે  જાણે છે આ સૃષ્ટી ના સર્જનહાર ને પ્રાથના કરું છું કે હે ઈશ્વર આ દીકરીને તેમના દરેક ધારેલા સપનાઓ સાકાર કરવાનું પીઠબળ પૂરું પાડજો કર્ણભૂમિ સુરત ની સેવા ના મસીહા અને હજારો દીકરી ઓનાં પાલક પિતા એવા મહેશભાઈ સવાણી એ વૃષ્ટિ વેકરિયા ની હેતભરી મુલાકાત લીધી સહજ નિર્મળ અને વ્હાલ નો દરિયો ગણાતા મહેશભાઈ સવાણીએ પોતાના રોજિંદા કાર્યશીલતા માંથી સમય કાઢીને સ્પેશિયલ કુ.વૃષ્ટિ વેકરિયા  ને આશિર્વાદ આપી શુભેચ્છા પાઠવી મનસુખભાઈ કાસોદરિયા ની ઘરે અને કુ. વૃષ્ટિ વેકરિયા ના ઘેર પરિવાર સાથે મુલાકાત લીધી આગામી પિતા વિહોણી દીકરી ઓના સમૂહ લગ્નોત્સવ માં કુ.વૃષ્ટિ વેકરિયા ને સંગીત સંધ્યા માં સ્ટેજ મળશે તે માટે નિમિત્ત બનતા મનસુખભાઈ કાસોદરિયા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી મહેશભાઈ સવાણી એ મનસુખભાઈ ના નિવાસ સ્થાને ટૂંકું રોકાણ કર્યું હતું યોગ્ય વ્યક્તિ ઓનું યોગ્ય વ્યક્તિ સાથે મિલન કરાવવા નિમિત્ત બની આંગળી સિધ્યા નું પુણ્ય મેળવ્યું હતું 

Follow Me:

Related Posts