સૌરાષ્ટ - કચ્છ

મફતને બદલે આત્મ નિર્ભર ભારત બનાવો રમેશભાઈ ઠકકર

રાજકોટ  વિજળી સમાજની જરૂરીયાત છે અને તે સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે જેને જરૂર છે તે જરૂરથી ખરીદી શકે છે.પ્રજાલક્ષી કાર્ય કરવા જે સરકારી ફરજ છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય મફત મળવું જ જોઈએ. વિજળીનું મફત વિતરણ કરવું જે વ્યાજબી નથી અગાઉની સરકાર દ્વારા ઘરે ઘરે વિજળી અને ૨૪ કલાક પહોંચે તે માટે પ્રયત્ન કરેલ છે તેમ છતાં હજુ સુધી ઘણા રાજયોના છેવાડાના અંતરીયાળ ગામડાઓમાં આ સગવડ પહોંચાડી શક્યા નથી જેના હિસાબે પીવાના પાણી, ખેતી માટે કે ઉદ્યોગો માટે પરી સગવડ મળતી નથી જેને હિસાબે લોકો પછાત રહે છે અને આજીવિકા મેળવી શકતા નથી.

આવા સમયે આ પૈસાનો સદઉપયોગ સોલાર પાવર કે પવનચકકી દ્વારા કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલ, કોલસો, યુરેનીયમ ખરીદવું ખૂબ જ ખર્ચાળ છે અને વિદેશથી મંગાવવુ પડે છે જેના હિસાબે હુંડીયામણનો ખર્ચ વધે છે અને જેના હિસાબે થતો પાણીનો વ્યય અને પર્યાવરણ પણ બચશે, વિજળીનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહયો છે પ્રોડકશન કોસ્ટ ઘટશે ૨૦ થી ૨૫ વર્ષ સુધી ઓછા ખર્ચે પવન દ્વારા અને સુર્ય શકિત દ્વારા વિજળી ઉત્પન્ન કરી શકીશું જેથી પ્રદુષણ મુકત પર્યાવરણ સમૃધ્ધિ, હુંડીયામણની બચત અને બીમારી ઘટતા લોકોના માટે આપે હોસ્પીટલો ખોલવી નહી પડે.

બીમારી ઘટતા લોકોના માનવ કલાકો બચશે અને રાષ્ટ્રને મેડીકલ ખર્ચમાં ખૂબ મોટી રાહત મળશે અને મેડીકલેઈમ-હેલ્થ વિમામાં થતો ખર્ચ પણ પ્રજાને બચશે. જે પૈસા થકી કૂપોષીત લોકોને યોગ્ય ખોરાક આપી ઉપોરકત થતો ખર્ચ બચાવીને સારા કાર્યમાં વાપરી શકાશે અને પોષણતમ પ્રજાનું નિર્માણ કરી શકાશે અને મહામારી, ક્લાઈમેટ ચેન્જની અસરથી પણ મુકત કરી શકાય. આમ લોકો આત્મનિર્ભર બની શકશે. જે દ્વારા નવા વિચારો અને નવા ભારતનાં નિર્માણમાં પોતાનો હિસ્સો આપી શકશે.

Related Posts