મફત આધાર અપડેટને લઈને સારા સમાચાર છે. મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ, તેને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ૧૪ જૂન હતી, જેને વધારીને ૧૪ સપ્ટેમ્બર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આધાર ઓથોરિટીએ એવા લોકો માટે આધાર અપડેટ કરવું જરૂરી બનાવી દીધું છે, જેમણે છેલ્લા ૧૦ વર્ષમાં એકવાર પણ તેને અપડેટ નથી કર્યું. આ માટે ેંૈંડ્ઢછૈંએ હવે ફરીથી તેના ફ્રી અપડેટની છેલ્લી તારીખ લંબાવી છે. હવે લોકો પાસે ૩ મહિનાનો પૂરતો સમય છે, જેથી તેઓ તેમના આધારમાં વસ્તુઓ અપડેટ કરી શકે. તે તમામ લોકો માટે રાહતની વાત છે જેમણે અત્યાર સુધી આધાર અપડેટ નથી કર્યું. તમને જણાવી દઈએ કે, કોઈપણ આધાર ધારક પોતાનો આધાર ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરી શકે છે.
આધાર પોર્ટલ દ્વારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી ઓનલાઈન અપડેટ કરી શકાય છે. આ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. બીજી તરફ, જાે તમે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જાઓ અને આધારમાં કેટલાક અપડેટ કરાવો, તો તમારે તેના માટે ૫૦ રૂપિયાની ફી ચૂકવવી પડી શકે છે. તમને જણાવી દઈએ કે, અગાઉ આધાર યુઝર્સને વસ્તી વિષયક વિગતો એટલે કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની વિગતો ફ્રીમાં અપડેટ કરવા માટે ૧૫ માર્ચથી ૧૪ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેની સમયમર્યાદા ૧૪ જૂને પૂરી થઈ ગઈ હતી. જાે કે આધાર ઓથોરિટીએ ફરી એકવાર તેને ૩ મહિના માટે લંબાવ્યો છે. હવે લોકો ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી તેમના આધારમાં વિગતો ફ્રીમાં અપડેટ કરી શકશે.
Recent Comments