બોલિવૂડ

મમતા બેનર્જી થઇ ઘાયલ થતા અભિનેત્રી ઉર્મિલાએ તંદુરસ્તી માટે કરી પ્રાર્થના

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઇને ગરમા ગરમી ચાલી રહી છે આ દરમિયાન, બુધવારે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર પર બંગાળના સીએમ મમતા બેનર્જીએ હુમલો થયો હતો, જેના કારણે તેમને ઘણી ઈજાઓ પહોંચી હતી. મમતા પરના હુમલા બાદ તમામ રાજકીય પક્ષોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી અને શિવસેનાના નેતા ઉર્મિલા માતોડકરે પણ મમતા બેનર્જી વિશે એક ટ્‌વીટ કરીને તેમની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

ઉર્મિલા માતોડકરે પોતાના ટિ્‌વટર પર મમતા બેનર્જીની ઘાયલ સ્થિતિની તસવીર શેર કરી છે, જેમાં તે હોસ્પિટલના પલંગ પર સૂતા જાેવા મળી રહ્યા છે અને તેમના આખા પગ પર પાટો બાંધેલો છે.. તેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, “જે વસ્તું તમને તોડી શકતી નથી, તે તમને મજબૂત બનાવે છે અને અમે ખાતરીપૂર્વક જાણીએ છીએ કે આ કિસ્સામાં ભાગ્યે જ કોઈએ આટલી તાકાત જાેઇ હશે.” હું બંગાળની સિંહણ મમતા બેનર્જીની વહેલી તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું. ઈંવુમનઓફકવરેજ‘.
ઉર્મિલાનું આ ટિ્‌વટ હવે સોશિયલ મીડિયા પર વાંચવામાં આવી રહ્યું છે અને ચાહકો પણ તેની પર કોમેન્ટ કરી રહ્યા છે.

ખરેખર, બુધવારે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી પત્રો ભર્યા પછી, મમતા ત્યાંના ઘણા મંદિરોમાં ગયા. આ દરમિયાન મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ તે ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચાર-પાંચ લોકોએ તેને ઇરાદાપૂર્વક ધક્કો માર્યો હતો. જેના કારણે તે ઈજાગ્રસ્ત થઈ હતી. મમતા પર આની પાછળ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.

Related Posts