મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાયોડીઝલ બનાવવા માટે વપરાતા બેઝ ઓઇલના ખોટા બીલ બનાવી ગેરકાયદેસર રીતે તેનો ઉપયોગ તથા વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર સોમનાથ ટ્રાન્સપોર્ટ ગૃપના સભ્યોને ઝડપી પાડતી અમરેલી જિલ્લા પોલીસ ટીમ
.
ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા સાહેબ નાઓએ રાજ્યમાં બાયો ડીઝલના ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ અને હેર-ફેર કરતાં ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ નાઓ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બાયોડીઝલની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી, બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા તેમજ ભેળસેળ કરેલ પેટ્રોલ ડીઝલનું અનઅધિકૃત વેચાણ કરતા ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય, “સોમનાથ ટ્રાન્સ્પોર્ટની ગાડી પીપાવાવ પોર્ટની Gulf Petrochem કંપનીમાંથી દિલ્હી સ્થિત કંપનીના નામે ખોટા બીલ બનાવી ઠગાઇ કરી ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલ મેળવી પોતાના કન્ઝયુમર પંપના સ્ટોરેઝ ટેન્કમાં ભેળસળ કરી આર્થિક ફાયદા માટે તેનો ઉપયોગ તથા વેચાણ કરે છે” તેવી બાતમી આધારે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગનાઓની આગેવાની હેઠળ જી.આર.રબારી સા. સર્કલ પોલીસ ઇન્સ્પેકટર, રાજુલા તથા એસ.આર.શર્મા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જાફરાબાદ ટાઉન પો.સ્ટે. તથા ડી.એ.તુવર પોલીસ સબ ઇન્સ્પેકટર મરીન પીપાવાવ પો.સ્ટે.ની ટીમ બનાવી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ માટે વપરાતા બેઝ ઓઇલ તથા અન્ય પેટ્રોલિયમ પ્રવાહીનો મોટો જથ્થો તથા દીલ્હી સ્થિત કંપની ખોટા બીલ તથા ટેન્કર વાહન સાથે બે ઇસમો મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી કલમ – ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૨૭૮, ૨૮૫, ૧૨૦-બી, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ – ૩,૭ મુજબ ગુન્હો રજિ. કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આ ગુન્હાની આગળની તપાસ શ્રી જી.આર.રબારી સા. સર્કલ પોલીસ ઇન્સ્પેકટરનાઓ ચલાવી રહ્યા છે.
પકડાયેલ આરોપીઓ:
1) રાજેન્દ્રપ્રસાદ હરીસિંહ ચૌધરી ઉ.વ.૩૪ ધંધો. ડ્રાઇવિંગ રહે. કીશનપુરા, સરકારી સ્કુલની સામે, થાના. રાનૌલી તા.દાતારામગઢ જિ. સીકર રાજય-રાજસ્થાન
2) રામચંદ્ર પ્રેમારામ ચૌધરી ઉ.વ. ૪૬ ધંધો. ડ્રાઇવિંગ રહે. કીશનપુરા, સરકારી સ્કુલની સામે, થાના. રાનૌલી તા.દાતારામગઢ જિ. સીકર રાજય-રાજસ્થાન
બન્ને રહે હાલ ભેરાઇ તા. રાજુલા
પકડવાના બાકી આરોપીઓ:
1) કાળુભાઇ જીણાભાઇ વાધ રહે.રામપરા-૨ તા.રાજુલા
2) સાર્દુળભાઇ લાલાભાઇ વાધ રહે.રામપરા-૨ તા.રાજુલા
3) રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઇ બજરંગલાલ કુબાવત રહે.રામપરા-૨ મૂળ રહે. જાખલા તા.નવલગઢ જિ.ઝુંઝનુ (રાજ.)
પકડાયેલ કુલ મુદામાલ:
સ્ટોરેજ ટેન્કમાં પેટ્રોલીયમ જેવો જણાતો જ્વલનશીલ પદાર્થ ૧૮,૦૦૦ લીટર તથા બેજ ઓઇલ ૧૭,૦૦૦ લીટર મળી કુલ જથ્થો ૩૫,૦૦૦ લીટર જેની કી.રૂ. ૨૧,૮૭,૫૦૦/- તથા ટેન્કર વાહન રજી નં- GJ-14-W-6767 જેની કી.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩૦,૦૭,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
ઉપરોક્ત કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી.કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગનાઓની આગેવાની હેઠળ જી.આર.રબારી સા. સર્કલ પોલીસ ઇન્સ્પેકટર રાજુલા તથા એસ.આર.શર્મા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જાફરાબાદ ટાઉન પો.સ્ટે. તથા ડી.એ.તુવર પોલીસ સબ ઇન્સ્પેકટર મરીન પીપાવાવ પો.સ્ટે. તથા ટીમ દ્વારા કરવામાં આવેલ છે
Recent Comments