અમરેલી

અમરેલી નગર પાલિકા દ્વારા અવનવા કાર્યક્રમ યોજી મતદારો ને મતદાન અંગે જાગૃતિ અર્થે ઉજાગર કરવામાં આવી રહેલ છે ત્યારે ૨ જી મેના રોજ સિનિયર સિટીઝન પાર્ક ખાતે કબ્બડી હરીફાય નું આયોજન કરવામાં આવેલ છે.

અમરેલી તા.૩૦ અમરેલી શહેરમાં યોજાય રહેલ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે અમરેલી નગર પાલિકા દ્વારા અવનવા કાર્યક્રમ યોજી મતદારો ને મતદાન અંગે જાગૃતિ અર્થે ઉજાગર કરવામાં આવી રહેલ છે ત્યારે ૨ જી મેના રોજ સિનિયર સિટીઝન પાર્ક ખાતે કબ્બડી હરીફાય નું આયોજન કરવામાં આવેલ છે.અમરેલી નગર પાલિકા ના ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવેલ હતું કે અમરેલી શહેરમાં સાતમી મે ના રોજ યોજાય રહેલ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો જાગૃતિ દાખવી મતદાન કરે તે દિશામાં દરરોજ અવનવા કાર્યક્રમ યોજ્વામા આવી રહેલ છે.આવીજ રીતે મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે તા.૨ જી મેના રોજ સાંજ ના છ કલાકે અમરેલી ફોઈવર્ડ સ્કૂલ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં શહેરીજનોએ પોતાની નૈતિક ફરજ ને ઉજાગર કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર વિનંતી કરવામાં આવે છે.

Related Posts