અમરેલી

અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ના સમર્થનમા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની અધ્યક્ષતામાં સાવરકુંડલા મહિલા મોરચાની બેઠક મળી

અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ના સમર્થન મા  ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા ની અધ્યક્ષતામાં સાવરકુંડલા મહિલા મોરચાની બેઠક  મળી… જેમાં ધારાસભ્ય એ મહિલા મોરચાની કામગીરીને બિરદાવી  હતી. કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની મહિલા સશક્તિકરણ વિવિધ યોજના વિશે માહિતી  આપી.  આ યોજના ધર ધર  સુધી પહોંચે અને મહિલાઓને લાભ મળે તેવું  આયોજન કરી મહિલા મોરચા આહ્વાન કર્યુ… આ તકે શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી , મહિલા મોરચા પ્રમુખ નયનાબેન કાપડિયા , સંગઠન મહિલા મોરચા હોદેદાર, નગરપાલિકા ના મહિલા હોદ્દેદાર ચેરમેન, સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts