અમરેલી

મર્ડરના ગુન્હામાં પકડ વોરંટના કામે ફરાર બાળ કિશોર (હાલ – પુખ્ત)ને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેજના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વયગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય તેમજ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા ૨૫ ( પચ્ચીસ ) વર્ષ જુના કેસો વહેલા ચલાવવા આદેશ આપેલ હોય જેથી નામદાર એડી . ચીફ જયુ . મેજી . સાહેબ ( સી.સી.એલ. ) અમરેલી કોર્ટ દ્વારા સને -૧૯૯૯ થી પકડ વોરંટના કામે ફરાર આરોપીને પકડવા જણાવેલ હોય જે સબબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી નાઓ દ્રારા પો.ઇન્સ . એલ.સી.બી. તથા પો.સબ ઇન્સ . પેરોલ ફલો સ્કવોર્ડ અમરેલી નાઓને આરોપીને પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી આર.ડી.દિવાકર પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા અમરેલી સીટી પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૪૮ / ૧૯૯૭ IPC કલમ- ૩૦૨ વિ . મુજબના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સને -૧૯૯૯ થી પકડ વોરંટના કામે ફરાર હોય અને જે હાલ પુખ્ત વયનો હોય જેને ધારી હીમખીમડી પરા વિસ્તાર માંથી તા .૨૨ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ચોક્કસ બાતમી આધારે શોધી કાઢી નામદાર કોર્ટ અમરેલી સમક્ષ રજુ કરેલ .

આરોપી કિશોર ઉર્ફે કીરીટ ઉર્ફે કીટો પોપટભાઇ ચૈાહાણ ઉ.વ .૪૩ રહે – અમરેલી રોકડીયા પરા તા.જી.અમરેલી હાલ – રહે . ધારી હીમખીમડીપરા તા.ધારી જી.અમરેલી

ગુન્હાની વિગતઃ આ કામે સને -૧૯૯૭ માં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરએ ખુન કરેલ હોય અને જે તે વખતે બાળ કિશોર હોવાથી વાલી જામીન થતાં જામીન પર છુટેલ અને ત્યાર બાદ સને -૧૯૯૯ થી સદરહું કેસમાં બાળ કિશોર નામદાર સી.સી.એલ કોર્ટ અમરેલી સમક્ષ હાજર રહેતો ન હોય જેથી નામદાર કોર્ટ દ્રારા વારંવાર પકડ વોરંટ ઇસ્યુ કરેલ હોય અને પકડ વોરંટ ના કામે બાળ કિશોર હાલ – પુખ્ત આરોપી ફરાર હતો . આર.ડી.દિવાકર પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી એ રીતેના જોડાયેલ હતા .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.ડી. પો.સ.ઈ. પેરોલ ફર્લો સ્કવોડ તથા પેરોલ ફર્લો સ્કવોડ અમરેલીએ રીતેના જોડાયેલા હતા.

Related Posts