મલાઇકા અરોરાએ ડાન્સ કરીને લોકોની બોલતી બંધ કરી દીધી
અર્જૂન કપૂર ૩૮મો બર્થ ડે સેલિબ્રેશનની પાર્ટી અર્જૂન કપૂરના ઘરે ધામધૂમથી થઇ હતી. આ ખાસ દિવસે અર્જૂન કપૂરેની બહેન અંશુલા અને ખુશી કપૂર સિવાય એની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા પણ જાેવા મળી હતી. મોનસૂનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે લોકો પલળતા-પલળતા અર્જૂનની પાર્ટીમાં પહોંચ્યા હતા. આ સેલિબ્રેશનની નાઇટ તસવીરોની કેટલીક ઝલક સામે આવી છે, જેમાં મલાઇકાનો એક ડાન્સ વિડીયો સામે આવ્યો છે. બોયફ્રેન્ડ અર્જૂન કપૂરની બર્થ ડે પર મલાઇકા અરોરાએ સુપર હોટ ડાન્સ કર્યો છે. મલાઇકાનો આ ખાસ વિડીયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મલાઇકાએ આ દિવસે ફેમસ સોન્ગ છૈયા છૈયા પર ડાન્સ કર્યો જેમાં કમર લચકાઇને લોકોની બોલતી બંધ કરી દીધી હતી. આ વિડીયો પર લોકોની જાતજાતની કોમેન્ટ્સ આવી રહી છે. આ વિડીયો જાેઇને એક યુઝર્સે લખ્યુ છે કે દરેક છોકરાઓ ભાભીને પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકોએ ક્રિટીસાઇઝ કરવાની કોશિશ કરી અને કહ્યું કે..લાગે છે પાર્ટીમાં દારુ વધારે ચઢી ગયો છે. જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ છે કે ૫૦ વર્ષથી બે સોન્ગ પર ડાન્સ કરી રહી છે. આ સોન્ગમાં મુન્ની બદનામ અને છૈયા-છૈયા પર ડાન્સ કર્યો છે. આ સાથે કેટલાક લોકોએ ટીકા કરીને મલાઇકાને સામે વળતો જવાબ આપ્યો છે. અર્જૂન કપૂરના ૩૮માં બર્થ ડે પર મલાઇકા બહેન અંશુલા કપૂર સાથે પહોંચી હતી. આ તસવીરો અંશુલા કપૂરે શેર કરી છે. એક યુઝર્સે લખ્યુ છે કે લોકોને હંમેશા ખુશ રાખે છે તો લોકોને શું તકલીફ છે, એ એમની લાઇફમાં ખુશ છે તો ક્રિટિસાઇઝ કેમ કરવું. આ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો સામે આવે છે. જાે કે મલાઇકા આ વિડીયોમાં સુપર હોટ લાગી રહી છે. મલાઇકાનો આ વિડીયો જાેતાની સાથે જ અનેક યુઝર્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે.
Recent Comments