બોલિવૂડ

મલાઈકા અરોરાએ બોલ્ડ ફોટોશૂટ તસવીરો પોસ્ટ કરી ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું

એક્ટ્રેસ મલાઈકા અરોરા, જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે, તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેનો દરેક લુક ઈન્ટરનેટ પર શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસ જાેઈને ચાહકો દિવાના થયા છે. લેટેસ્ટ તસવીરોમાં મલાઈકા અરોરાએ ચમકદાર ગાઉન પહેર્યું છે. આ લુકમાં એક્ટ્રેસ એકદમ સ્ટનિંગ અને ગોર્જિયસ લાગી રહી છે.

અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના હેરને સ્ટાઇલિશ લુક આપ્યો છે, લાઈટ મેકઅપ અને હાઈ હીલ્સ પહેરીને લુક કમ્પ્લીટ કર્યો છે. ૫૦ વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાએ પોતાને એકદમ ફિટ અને મેઈન્ટેન રાખી છે. અભિનેત્રીની ફિટનેસ જાેઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સ અદભૂત છે. ભારતીય હોય કે વેસ્ટર્ન અભિનેત્રી આ દરેક લુકમાં સુંદર લાગે છે. અભિનેત્રીએ યોગ, જિમ અને ડાન્સ ક્લાસ દ્વારા પોતાના શરીરને ફિટ રાખ્યું છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Related Posts