મલાઈકા અરોરા અને અરબાઝ ખાન વચ્ચે ફરી થઈ ગયું પેચઅપ?
મલાઈકા અરોરા તેના પુત્રને ખૂબ પ્રેમ કરે છે અને જાે તેનો પુત્ર અહીંયા હોય તો તે ઘણીવાર તેની માતા સાથે હોય છે. મલાઈકા અને અરહાન ખાન વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબ જ મજબૂત છે અને બંને એકબીજાને ઘણું સન્માન પણ આપે છે. હાલમાં જ મલાઈકા અરોરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના પૂર્વ પતિ એટલે કે અરબાઝ ખાન અને પુત્ર અરહાન સાથે ઉભી છે. અરબાઝ ખાન અને મલાઈકા અરોરા તેના પુત્ર અરહાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને પોતાના પુત્ર પર પ્રેમ વરસાવતા જાેવા મળે છે.
એવું લાગે છે કે બંને તેમના પુત્ર અરહાનના કારણે સાથે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અરહાન વિદેશમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો છે અને આ દિવસોમાં તે વેકેશન પર મુંબઈ આવ્યો હતો અને હવે તેનો વીડિયો જાેઈને લાગે છે કે હવે તે તેના અભ્યાસ માટે પાછો વિદેશ જઈ રહ્યો છે. મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ૧૯૯૮માં એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. બંનેએ એકબીજાને સારી રીતે જાણ્યા બાદ લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. ૫ વર્ષ સુધી ડેટ કર્યા બાદ મલાઈકા અને અરબાઝે એકબીજાને કાયમ સાથે રહેવાનું વચન આપ્યું હતું.
લગ્ન પછી બંને ૧૯ વર્ષ સુધી સાથે રહ્યા પરંતુ પછી તેમના સંબંધો પળવારમાં તૂટી ગયા. ૨૦૧૭માં છૂટાછેડા થયા અને ૨૦૧૮માં સમાચાર આવવા લાગ્યા કે મલાઈકા અને અર્જન કપૂર રિલેશનશિપમાં છે. શરૂઆતમાં તેણે આ સંબંધને છુપાવવાની ઘણી કોશિશ કરી પરંતુ કંઈ છુપુ રહ્યું નહીં.. એવું કહેવાય છે કે તેમના પ્રેમની શરૂઆત ૨૦૧૭માં જ થઈ હતી. એટલે કે અરબાઝ સાથેના સંબંધોનો અંત આવતા જ મલાઈકાના જીવનમાં અર્જુન આવી ગયો હતો.
Recent Comments