મલાઈકા સાથે બ્રેક અપ.. કુશા છે અર્જુન કપુરની નવી ગર્લફ્રેન્ડ?
બોલિવૂડની સૌથી વધુ ચર્ચાસ્પદ જાેડી ગણાતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આખરે છૂટા પડ્યા હોવાનું કહેવાય છે. બંને વચ્ચે ૧૨ વર્ષનો એજ ડિફરન્સ અને સમય સાથે બદલાતી માનસિકતાએ તેમના સેપરેશનમાં મોટો ભાગ ભજવ્યો હોવાની ચર્ચા છે. મલાઈકા અને અર્જુને બ્રેક અપ અંગે ચૂપકિદી રાખી છે, પરંતુ અર્જુન કપૂર અને કુશા કપિલા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની વાતો જાેરશોરથી ચાલી રહી છે. કુશા કપિલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતી છે. જુન મહિનામાં કુશાએ જાેરાવર અહલુવાલિયા સાથે ડાઈવોર્સ લીધા હતા.
સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાના કારણે કુશાને ભૂમિ પેડનેકર અને શેહનાઝ ગિલ સાથે થેન્ક યુ ફોર કમિંગમાં મહત્ત્વનો રોલ મળ્યો છે. કુશાની કો સ્ટાર ભૂમિ પેડનેકર સાથે અર્જુન કપૂર બે ફિલ્મ કરી રહ્યો છે. આમ, અર્જુન કપૂર અને કુશાને કનેક્ટ કરતાં કોમન ફેક્ટર ઘણાં છે. રેડિટના એક એકાઉન્ટ પરથી મૂકાયેલી પોસ્ટ અચાનક વાઈરલ બની રહી છે. તેમાં દાવો કરાયો છે કે, અર્જુન અને મલાઈકા વચ્ચે બ્રેકઅ થઈ ગયું છે. અર્જુન કપૂર હવે કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે. અર્જુન અને મલાઈકા તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. જાે કે કુશા કપિલા રદિયો આપ્યા વગર રહી શકી નથી. કુશાએ જણાવ્યું હતું કે, ઘણાં સમયથી તેના અને અર્જુનના રિલેશન્સ અંગે અફવા ચાલી રહી છે. દર વખતે આ પ્રકારનો બકવાસ વાંચું છું અને મમ્મી વાંચી લે તેની ચિંતા રહે છે. થોડા સમય પહેલાં જ ડાઈવોર્સ થયાં છે અને હાલ તો કરિયર પર ફોકસ કરવાની ઈચ્છા છે.
Recent Comments