fbpx
બોલિવૂડ

મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને થીયેટર સંચાલકોએ દર્શકો માટે આવું કેમ કર્યું?….

અક્ષય કુમારની સૂર્યવંશી બાદ બોલિવૂડની કોઈ ફિલ્મ ખાસ ચાલી નથી. ઓક્યુપન્સી રેટમાં તોતિંગ ઘટાડો અને ઓડિયન્સમાં વ્યાપેલી નિરાશાને દૂર કરવા માટે થીયેટર સંચાલકોએ અનોખો ર્નિણય લીધો છે. ૧૬મી સપ્ટેમ્બરે નેશનલ સિનેમા ડેની ઉજવણી કરવાની જાહેરાત થઈ છે અને તેના ભાગરૂપે દેશભરના ૪૦૦૦ જેટલા થીયેટરમાં માત્ર રૂ.૭૫માં ફિલ્મ જાેઈ શકાશે. આ ર્નિણયના કારણે રણબીર-આલિયાની ૪૦૦ કરોડની ફિલ્મ બ્રહ્માસ્ત્રને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે. બચ્ચન પાંડે સાથે થયેલી શરૂઆત બાદ લાલસિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન પણ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. સાઉથના સ્ટાર વિજય દેવરકોન્ડા-અનન્યા પાંડેની ફિલ્મ લાઈગરને શરૂઆતમાં સારો રિસ્પોન્સ હતો, પરંતુ આખરે તો તેના પર પણ ફ્લોપનું જ લેબલ લાગ્યું છે. ફ્લોપ સ્ટોરીની સિરિઝના કારણે ફિલ્મના મેકર્સ ઉપરાંત થીયેટર સંચાલકોને મોટું નુકસાન થયું છે. કોરોનાના મારમાંથી બહાર આવવા મથી રહેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે હાલનો સમય ઘણો કપરો છે. વિપરિત સંજાેગોની વચ્ચે કરણ જાેહર પ્રોડક્શનની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ૯ સપ્ટેમ્બરે આવી રહી છે.

આ ફિલ્મ ૪૦૦ કરોડના બજેટમાં બની છે. પાંચ વર્ષની મહેનત બાદ બનેલી આ ફિલ્મ બોલિવૂડ માટે આશાનું કિરણ લઈને આવી છે અને તેને સફળ બનાવવામાં નેશનલ સિનેમા ડે ઉપયોગી સાબિત થઈ શકે છે. શરૂઆતના દિવસોમાં ૩૦૦-૪૦૦ની ટિકિટ લઈને ફિલ્મ જાેવા ન ગયા હોય તેવા દર્શકો ૧૬મી સપ્ટેમ્બરે માત્ર ૭૫ રૂપિયામાં આ ફિલ્મ જાેઈ શકે છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને થીયેટર સંચાલકોએ દેશના ૪૦૦૦ થીયેટરમાં નેશનલ સિનેમા ડેની ઉજવણી રાખી છે. કોરોના મહામારી બાદ સફળતાપૂર્વક થીયેટરો શરૂ થયા છે, પરંતુ ઘણાં દર્શકોએ કોરોના બાદ થીયેટરમાં કોઈ ફિલ્મ જાેઈ નથી. આવા દર્શકોને પોપકોર્ન કરતાં પણ ઓછી કિંમતમાં ફિલ્મ જાેવા માટે આમંત્રણ અપાયું છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશને ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ૧૬ સપ્ટેમ્બરે નેશનલ સિનેમા ડે સેલિબ્રેટ કરવા તમામ થીયેટર ભેગા થયા છે. આ દિવસે માત્ર રૂ.૭૫માં ફિલ્મ જાેઈ શકાશે.

પીવીઆર, આઈનોક્સ, સિનેપોલિસ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઈડ, એશિયન, મુક્તા એ૨, મૂવી ટાઈમ, વેવ, એમ૨કે, ડેલાઈટ સહિત અનેક થીયેટર આ ઉજવણીમાં જાેડાશે. ૯મી સપ્ટેમ્બરે આવી રહેલી બ્રહ્માસ્ત્રને આ ર્નિણયથી સૌથી મોટો લાભ થવાની શક્યતા છે. બ્રહ્માસ્ત્રના પ્રોડક્શન માટે થયેલા રૂ.૪૦૦ કરોડના બજેટમાં પ્રમોશન ખર્ચનો સમાવેશ થતો નથી. આ ફિલ્મ માટે રણબીરને ૨૦-૨૫ કરોડ, આલિયાને ૧૦-૧૨ કરોડ, અમિતાભ બચ્ચનને ૮-૧૦ કરોડ, નાગાર્જુનને ૯-૧૧ કરોડ, મૌની રોયને રૂ.૩ કરોડની ફી અપાઈ છે. હિન્દી સિનેમાની સર્વાધિક ખર્ચાળ ફિલ્મોમાં બ્રહ્માસ્ત્રની ગણતરી થાય છે. સામાન્ય રીતે હિન્દી ફિલ્મમાં સૌથી વધુ બજેટ સ્ટાર્સની ફી ચૂકવવામાં વપરાતુ હોય છે. જાે કે બ્રહ્માસ્ત્રના કિસ્સામાં વીએફએક્સ માટે તોતિંગ ખર્ચ થયો છે. ડુન ફિલ્મમાં વિઝ્‌યુઅલ ઈફેક્ટ માટે એકેડમી એવોર્ડ જીતનારી ઈન્ડિયન કંપનીને આ કામગીરી માટે રૂ.૫૦થી ૭૫ કરોડ ચૂકવાયા હોવાના રિપોર્ટ્‌સ છે.

Follow Me:

Related Posts