મલ્લિકા શેરાવતના હિરોઈન બનવા પાછળ છે આ રહસ્ય!
બોલીવુડમાં પોતાના હોટ અંદાજથી દર્શકોની વચ્ચે એક અલગ ઓળખાણ બનાવનારી મલ્લિકા શેરાવતનું નામ પોતાના સમયની બોલ્ડ અદાકારાઓમાં લેવાય છે. અત્યારે મલ્લિકા ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ એક્ટ્રેસ પોતાનો ૪૬મો જન્મદિવસ મનાવી રહી છે. મલ્લિકા શેરાવતના ફેન્સને લગભગ એ વાત નહીં ખબર હોય કે તેમના પિતા તેમને એક્ટ્રેસના રૂપમાં નહોતા જાેવા માંગતા. આજે એક્ટ્રેસના બર્થડે અમે તમને જણાવીશું કે, તેમના પિતા તેમને કયા રૂપમાં જાેવા માગતા હતા. મલ્લિકા શેરાવત ભણવામાં ખુબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી. તેમણે દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજથી ફિલોસ્ફીની ડિગ્રી મેળવી હતી. ત્યારે મલ્લિકાના પિતાની ઈચ્છા હતી કે તેમની પુત્રી ભણી-ગણીને ૈંછજી ઓફિસર બને. શેરાવતના નસીબમાં ૈંછજીની જગ્યાએ મશહૂર ફિલ્મ એક્ટ્રેસ બનવાનું લખ્યું હતું. હવે મલ્લિકા શેરાવત ફિલ્મોની લાઈમલાઈટથી દૂર થઈ ગઈ છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ અને વીડિયોઝ શેર કરે છે. મલ્લિકા શેરાવતે પોતાના ફિલ્મી કરિયરમાં મર્ડર, ડર્ટી પોલિટિક્સ, હિસ, ધ મિથ, ખ્વાહિશ અને વેલકમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો મલ્લિકા શેરાવતે કરણસિંહ ગિલની સાથે લગ્ન કર્યા હતા. જાે કે, બંનેના લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયા હતા. હાલ મલ્લિકા શેરાવત પોતાની લાઈફમાં ખુબ જ ખુશ છે.
Recent Comments