મશાલ ગામની સીમમાં એક કુંવા પરની ઓરડીમાથી ગેરકાયદેસર બંદુક સાથે એક ઇસમને જિલ્લા SOG પોલીસે ઝડપી લિધો ઇડર પોલીસ સ્ટેશનની હદમાંથી ગેર કાયદેસરના હથિયાર સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી
મશાલ ગામની સીમમાં એક કુંવા પરની ઓરડીમાથી ગેરકાયદેસર બંદુક સાથે એક ઇસમને જિલ્લા SOG પોલીસે ઝડપી લિધો ઇડર પોલીસ સ્ટેશનની હદમાંથી ગેર કાયદેસરના હથિયાર સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર એ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સબંધિત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા સુચના કરેલ છે જે અન્વયે સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા એ આપેલ સુચના અન્વયે સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.વાઘેલા, ના માર્ગદર્શન હેઠળ અ.હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઇ તથા પો.કોન્સ.ગોવર્ધનભાઇ નારાયણભાઇ તથા પો.કોન્સ.અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ તથા પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઇ તથા ડ્રા.પો.કોન્સ. દશરથભાઇ જેઠાભાઇ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અંગે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઇ ને મળેલ ખાનગી બાતમી હકિકત અન્વયે ઇડર પો.સ્ટે. વિસ્તારના મશાલ ગામની સીમમાં આરોપી બાબુલાલ પદુભાઇ પરમાર રહે- મશાલ ગામની સીમમાં, વીનુભાઇ પટેલ ગ્રામ સેવકના કુંવા ઉપર બનાવેલ ઓરડીમાં તા. ઇડર જી. સાબરકાંઠા, મુળ રહે.ડૈયા તા.ઝાડોલ જી. ઉદેપુર રાજસ્થાનવાળાની કબજા ભોગવટાની ઓરડીમાંથી ગેરકાયદેસરની બંદુક કિંમત રૂપિયા-૫,૦૦૦ નો મુદ્દામાલ હસ્તગત કરી પકડાઈ ગયેલ આરોપી વિરૂધ્ધ ધી આર્મ્સ એક્ટ હેઠળ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ ગુનાની આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Recent Comments