મહંતની હત્યા કેસમાં સીબીઆઈની ટીમ પહોંચી પ્રયાગરાજ
પોલીસે મહંતના રૂમમાંથી કથિત સુસાઈડ નોટ પણ જપ્ત કરી હતી. મહંત નરેન્દ્ર ગિરિને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ત્રણ લોકો આનંદ ગિરિ, આદ્યા તિવારી અને સંદીપ તિવારીને યુપી પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈ તપાસ કરશે કે મહંતનુ મૃત્યુ હત્યા કે આત્મહત્યા છે.સીબીઆઈ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોત મામલે ઔપચારિક તપાસ આજથી શરૂ કરશે. શુક્રવારે સીબીઆઈએ આ મામલે એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈ હત્યા કે આત્મહત્યા જેવા એંગલની તપાસ કરશે. સીબીઆઈની ૨૦ સભ્યોની ટીમ પ્રયાગરાજ પહોંચી ચૂકી છે.
આ મામલે સીબીઆઈએ પ્રયાગરાજમાં નોંધેલી એફઆઈઆરને ધ્યાનમાં રાખી છે. આ એફઆઈઆર અમર ગિરી પવન મહારાજે નોંધાવી હતી. મહંત નરેન્દ્ર ગિરી ગત સોમવારે બાઘંબરી મઠ સ્થિત પોતાના રૂમમાં મૃત જાેવા મળ્યા હતા. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગિરીનું મોત ફાંસીના કારણે શ્વાસ રૂંધાવાને કારણે થયુ. ઉત્તર પ્રદેશ પોલીસની એક તપાસ અનુસાર, મહંતને છેલ્લીવાર સોમવારે બપોરે ભોજન બાદ પોતાના રૂમમાં પ્રવેશ કરતા જાેવામાં આવ્યા હતા. સાંજે તેમના શિષ્યોએ દરવાજાે ખખડાવ્યો તો કોઈ જવાબ આવ્યો નહીં જ્યારે તેમના શિષ્યોએ દરવાજાે તોડ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો તો તેમણે નરેન્દ્ર ગિરિને છતથી લટકાવી દીધો.
Recent Comments