મહંત જયરામદાસ બાપુની આત્મહત્યાનો ભેદ ઉકેલ્યો, મહિલા સાથેનો વીડિયો હતો કારણભૂત
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંતનું ૧ જૂનના રોજ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું, જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. મહંત જયરામદાસ બાપુના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટ પરથી આશ્રમ ટ્રસ્ટના જ બે ટ્રસ્ટી અને બાપુના ભત્રીજા અલ્પેશ સોલંકી અને હિતેષ જાદવ તેમજ વિક્રમ ભરવાડ સામે પોલીસે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના ૬ આપત્તિજનક વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પણ ચર્ચા ઊઠી છે તેમજ મહિલા સાથે મહંતનો પ્રેમસંબંધ હોવાની શંકા વ્યક્ત કરાઇ છે, કારણ કે એક મહિલા આશ્રમમાં સેવા આપવા આવતી હતી. ત્યારે આ બે મુદ્દે પોલીસ તપાસ કરશે.
બાપુના રહસ્યમય મોત બાદ ૬ જૂનના રોજ તેમના રૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી. આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ૨૦ પાનાંની સુસાઇડ નોટ પોલીસને સોંપી હતી. પોલીસે ટ્રસ્ટીઓનાં નિવેદન લીધા હતા. આ મુજબ તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે દોઢેક વર્ષ પહેલાં મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સુત્રાપાડા, જિ.ગીર-સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હતો.
રામજીભાઇએ આશ્રમે આવી રાજકોટ રહેતા ટ્રસ્ટીઓને જાણ કરી હતી, જેથી ટ્રસ્ટીઓ આશ્રમ દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં રહેલા બાપુને રાજકોટની દેવ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અનુમાન છે કે બાપુનું રાત્રે જ મોત નીપજ્યું હતું. આ બાદ ટ્રસ્ટીઓએ કે ડોક્ટરે પોલીસને જાણ કરવાના બદલે બાપુના મૃતદેહને સીધા કાગદડી આશ્રમે લાવી દર્શન માટે તેમના મૃતદેહને રાખવામાં આવ્યા બાદ આશ્રમમાં જ અગ્નિદાહ આપી દીધો હતો અને બીજે દિવસે અમુક ટ્રસ્ટીઓ અને બાપુના અનુયાયીઓ અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. ૩ જૂનના રોજ અસ્થિ વિસર્જન બાદ ૬ જૂનના રોજ ટ્રસ્ટીઓ પરત કાગદડી આવ્યા હતા અને બાપુના રૂમની સાફ-સફાઇ કરતા હતા ત્યારે બાપુએ લખેલી ૨૦ પાનાંની સુસાઇડ નોટ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળતાં ખૂલ્યું છે કે મહંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે છતાં પણ દેવ હોસ્પિટલમાં કાર્યરત તબીબો દ્વારા બાપુની યોગ્ય રીતે તપાસ કરવાની જગ્યાએ હાર્ટ-અટેકથી મૃત્ય થયું છે એવું સર્ટિફિકેટ આપી દેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના તબીબો આ પ્રકરણમાં માનવતા ચૂક્યા કે કોઇના દબાણથી આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે તેવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ સુસાઇડ નોટ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવી હતી. સુસાઇડ નોટમાં અલ્પેશ જાદવ અને વિક્રમ ભરવાડ મહિલા સાથેના વીડિયોને લઇ મહંત પાસેથી રૂપિયા પડાવતા હોવાનો અને બ્લેકમેઇલ કરતાં હોવાનું ખૂલ્યું હતું. બાદમાં પોલીસે સુસાઇડ નોટ અને બાપુના હસ્તે લખાયેલું અન્ય લખાણ લઇ સુસાઇડ નોટ બાપુએ જ લખી છે કે કેમ? એ અંગે ચકાસણી કરવા હ્લજીન્માં મોકલાઇ છે. બીજી તરફ બાપુએ કંઇ દવા લીધી હતી એ જાણવા બાપુ જ્યાં મૃત્યુ પામ્યા એ ગાદલા અને ગોદડા ઉપર લીલા કલરની ઊલટીનાં નિશાન હોવાથી એ પુરાવા પણ હ્લજીન્માં મોકલાયા છે. આ મામલે હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી, આથી પોલીસ જુદી-જુદી ટીમ બનાવી તપાસ કરી રહી છે. જયરામદાસબાપુના અસ્થિ અને રાખને પોલીસ ડ્ઢદ્ગછ ટેસ્ટ માટે પણ મોકલશે.
Recent Comments