મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં દેવ દિવાળીની ઉજવણી
આજે એટલે કે, સોમવારે મ્છઁજી ગાદીસ્થાન બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. કાર્તિક પુર્ણિમાનું વિશેષ માહાત્મ્ય હોઈ અને સાથે જ પ્રતિ વર્ષ પ્રગટ સત્પુરુષના સાનિધ્યમાં બોચાસણ ખાતે આ સમૈયો ઉજવાતો હોઈ, સમગ્ર ચરોતર અને દૂરદૂરથી હરિભક્તો આ ઉત્સવનો લાભ લઈને દેવ દિવાળીએ ભગવાન અને ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. શ્રી સ્વામિનારાયણ બાગ, બોચાસણ ખાતે આજના ઉત્સવની મુખ્ય સભા ‘બી.એ.પી.એસ. સંસ્થાના વિકાસના મૂળમાં સાધુતા’ એ કેન્દ્રિય વિચાર સાથે થઇ હતી.
જેમાં વિદ્વાન સંતોએ વિષયને આનુષંગીક પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. બી.એ.પી.એસ સંસ્થા દ્વારા વિશ્વ સ્તરે સામાજિક સેવાઓ પૈકી આરોગ્ય ક્ષેત્રે નુતન આયામ અંતર્ગત સતત ૨૦ વર્ષથી આરોગ્ય સેવામા કાર્યરત વડોદરાના અટલાદરા ખાતેની સંસ્થાની ‘શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ’માં કેથલેબ સુવિધા શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી. સભાના અંતમાં મહંત સ્વામી મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, ભગવાન કર્તા-હર્તા છે એમની મરજી વગર પાંદડું હલી શકે એમ નથી. એ વાત આપણે જીવમાં દ્રઢ કરવી. મહારાજ અને સ્વામીની નિષ્ઠા જીવનમાં દ્રઢ કરવી. આ ઉત્સવમાં ૨૫,૦૦૦ થી વધારે હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો.
Recent Comments