ગુજરાત

મહાઠગ કિરણ પટેલના બેંક એકાઉન્ટની વિગત તપાસતા થયો મોટો ખુલાસો

મહાઠગ કિરણ પટેલના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. કિરણ પટેલના ઘરેથી બેંક એકાઉન્ટની વિગત, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ કબજે કરી હતી. બેંક એકાઉન્ટની વિગતની તપાસ કરતા બંગલો ખરીદી શકાય તેટલું બેલેન્સ પણ નહોતું. કિરણ અને માલિની છેલ્લા ૪ વર્ષથી કોઈ આઇટી રિટર્ન પણ ભરતા નહોતા. બેંકમાંથી લોન મેળવી નથી. કોઈ લોન મેળવવા અરજી પણ કરી નથી. જે સ્ટેમ્પ મળ્યા તે પણ જૂના હતા. જે અગાઉ કંપની શરૂ કરવાની હતી, પરંતુ કંપની શરૂ નહોતી કરવામાં આવી. આ ઉપરાંત કોલ ડિટેલ્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts