ભાવનગર

મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિના અવસરે એક દિવસીય ફોટોગ્રાફી પ્રદર્શન યોજાશે

નિયામકશ્રી, ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતું, ગાંધીનગરની સૂચના મુજબ “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી નિમિત્તે જિલ્લા અભિલેખાગાર કચેરી, દરબારી કોઠાર બિલ્ડીંગ, સેલારશા રોડ, ભાવનગર દ્વારા ભારતના રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીના જન્મ દિન પ્રસંગે તેમના જીવન ઝરમર અંગેના ફોટોગ્રાફ્સ આધારિત પ્રદર્શન તા. ૦૨/૧૦/૨૦૨૨ ને રવિવારના રોજ સવારના ૧૧-૦૦ થી સાંજના ૫-૩૦ કલાક સુધી એક દિવસ માટે જિલ્લા અભિલેખાગાર કચેરી ખાતે જાહેર જનતા તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રહેશે. જેનો લાભ લેવા જાહેર જનતાને અધિક્ષકશ્રી, જિલ્લા અભિલેખાગાર કચેરી, ભાવનગર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

Related Posts