fbpx
અમરેલી

મહાત્મા મુળદાસની પ્રતિમાને કાચનું આવરણ લગાવાયું

અમરેલીમા નાના બસ સ્ટેન્ડ ચાેકમા ધુળના પ્રદુષણનાે માેટાે પ્રશ્ન હાેય આજે અહી મુકવામા આવેલી મહાત્મા મુળદાસની પ્રતિમાને કાચનુ આવરણ લગાવવામા આવ્યુ હતુ જેથી આ પ્રદુષણથી મુર્તિનુ રક્ષણ થઇ શકે. અમરેલીમા નાગનાથ મંદિર પાસે સંતશ્રી મહાત્મા મુળદાસજીની ચાર પ્રતિમા સ્થાપિત કરી સર્કલ બનાવવામા આવ્યું છે.

આ સર્કલમા મુળદાસજીની પ્રતિમા તથા પરિસરને સતત ધુળ લાગી રહી હતી. અહી ચાેકમા દિવસભર હજારાે વાહનાેની અવરજવર થાય છે જેના કારણે ડસ્ટ ઉડતી રહે છે અને અન્ય ગંદકી પણ અહી ફેલાઇ છે. પ્લાસ્ટિકનાે કચરાે પણ ઉડીને આ મુર્તિ માટે બનાવાયેલા પરીસરમા ફેલાતાે રહે છે. જેથી લુહાર જ્ઞાતિજનાે અને અન્ય નાગરિકાેએ તેને કાચથી રક્ષિત કરવા ફંડ એકઠુ કર્યુ હતુ. અહી સ્ટીલની ફ્રેમ લગાવી અષ્ટકાેણમા સુંદર રીતે કાચ મઢવામા આવ્યા હતા અને આ રીતે મુર્તિને રક્ષિત કરાઇ હતી. જુનાગઢ ભારતી આશ્રમના મહંત મહાદેવ ભારતીબાપુના હસ્તે તેનુ લાેકાર્પણ કરાયુ હતુ. અહી ધર્મેશભાઇ ચિત્રાેડા, જગદીશભાઇ મકવાણા, અશ્વિનભાઇ ડાેડીયા, હિરેનભાઇ કનાડીયા, નિખીલભાઇ મકવાણા, રૂપેશભાઇ મકવાણા, હાર્દિકભાઇ મકવાણા, સત્યમ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts