fbpx
રાષ્ટ્રીય

મહામારી સહિતના રોગોથી બચવા લોકો કુદરતી ખાદ્ય ખોરાક તરફ ક્યારે વળશે…..?

દેશભરમાં કોરોના અંત થવા તરફ જઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા દેશભરમાં કોરોના નાથક વેક્સીન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. અને આ સમયમાં ઇમર્જન્સીમાં ફાયઝર રસી માટે મંજૂરી પણ આપી દીધી છે. ભારતમાં બે રસી શોધાઈ છે બંન્ને રસી ઇન્જેક્શન રૂપે આપવામાં આવી રહી છે.દોઢ માસ પહેલા ત્રીજી રસી શોધાઈ છે જે નાક દ્વારા લેવાની રહે છે આ રસીનું ત્રીજા તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે. કેટલાક દેશોમાં ભારતની રસી મોકલવાનું શરૂ થઈ ગયું છે. અને કેટલાક દેશો ભારતની રસી લેવા લાઈનમાં ઊભા છે. આવા સમયે વર્ષ ૨૦૧૫ માં મહામારી બાબતે ભવિષ્યવાણી કરનાર માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્‌સએ ફરી એકવાર વિશ્વના દેશોને ચેતવણી આપી છે કે કોરોના કરતાં પણ ખતરનાક બે વિપદાઓ આવનારી છે જે લોકોને મુશ્કેલીમાં મૂકી દેશે. બિલ ગેટ્‌સે ૨૦૧૫માં કરેલી મહામારીની ભવિષ્યવાણી ૨૦૨૦ માં સાબિત થઈ છે. જે કારણે નવી કરેલ કોરોનાથી ભયાનક મુશીબત આવશેની ભવિષ્યવાણીએ વિશ્વભરના લોકોને ધ્રુજાવી નાખ્યા છે. તેમાં પણ આજના સમયમા કોરોના વેક્સિન સામાન્ય લોકો સુધી પહોંચી શકી નથી….એટલે લોકોમાં વધુ ડર ફેલાયો છે. ૨૦૧૫ માં બિલ ગેટ્‌સે મહામારીની જેમ સંભવિત વાયરસના પ્રકોપની વાત કરી હતી. તેમણે એવુ પણ કહ્યું હતું કે આવનાર દિવસોમાં ૧૦ લાખથી વધુના મોત થાય તો તેનું કારણ યુધ્ધ નહીં પરંતુ એક સંક્રમિત વાયરસ હોવાની સંભાવના છે. આ મિસાઇલ નહી પરંતુ માઈક્રોબ્સ હશે. બિલ ગેટ્‌સે આ ભવિષ્યવાણી એટલા માટે કરી છે કે લોકો પહેલાથી સતર્ક થઈ જાય અને ભવિષ્યમાં આવનાર સંકટથી ખુદનો બચાવ કરી શકે….!!

આજના આધુનિક યુગમાં લોકો ખુદના શરીરની સુરક્ષા માટે કશું જ વિચારતા નથી…..!! દરેક એવું વિચારે છે કે બિમારીમાંથી જેટ ગતિએ ઊભા થવુ્‌.બીમાર પડે તો એકાદ દિવસની દવા ખાવી અને દોડતા થઈ જવુ… પરંતુ આમ થવું શક્ય નથી…..! કારણ આજના મોટાભાગના લોકો બજારમાં તૈયાર મળતી ખાદ્ય ચીજાે તરફ વળી ગયા છે. જાેકે ગ્રામ્ય વિસ્તારો કે નાના શહેરોમાં આ બાતનુ નહીંવત્‌ પ્રમાણ છે અને તેનું કારણ છે તેઓ કુદરતે આપેલો ખોરાક ખાવામાં માને છે. તળેલા ખાદ્ય પેકેટો કે તૈયાર મળતી ખાદ્ય વસ્તુઓથી દૂર રહે છે. મધ્યમ મોટા શહેરો કે મહાનગરોમાં રિફાઈન્ડ કે ડબલ રિફાઈન્ડ તેલોનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થઈ રહ્યો છે તેમ કહેવું ખોટું નથી….! જે રિફાઇન્ડ તેલનો માલિશ કરવામા ઉપયોગ નથી કરતા તે રિફાઈન્ડ તેલ આપણે ખાઈએ છીએ. કુદરતી તેલનુ રિફાઇન્ડ તેલ બનાવવામાં વિવિધ કેમિકલ્સો વાપરવામાં આવે છે જે કારણે તેલની ચીકાશ અને સુગંધ દૂર થઈ પાતળું બની જાય છે. મતલબ કુદરતી તેલમાંના તમામ વિટામિન ઘટક તત્વો ખતમ થઇ ગયેલા હોય છે. શુદ્ધ તલ તેલ,શીંગ તેલ,સરસવ તેલ,નાળિયેર તેલ વગેરેમાં શરીરને પોષણ આપતા અને શરીર મજબૂત બનાવતા તથા કેટલીક બીમારીઓથી દૂર રાખતા વિટામિન તત્વો હોય છે. આવુ બધું નિષ્ણાતો દ્વારા ચકાસણી કરાવતા જાણ થઈ. શુધ્ધ તેલની ચીકાસ એ તેમાનુ અગત્યનું ઘટક છે, તેની સુગંધ એ પ્રોટીન કંટેટ છે.વિવિધ ખાદ્ય દાળોમા વધુ પ્રોટીન હોય છે જે શરીરને અગત્યના વિટામીનો પુરા પાડે છે. હવે તમે તેને રિફાઇન્ડ કરો એટલે કે ફોતરા વગરની દાળો કે જેમા રહેલા પોષક તત્વોજ ખતમ થઇ જાય છે.રિફાઈન્ડ ખાદ્ય તેલો તથા ફોતરાં વગરની દાળો ખાવાને કારણે સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, હાર્ટ અટેક, પક્ષઘાત, બ્રેન ડેમેજ જેવા વિવિધ રોગો થાય છે. તો અનેક તજજ્ઞો અને ડોક્ટરોનું કહેવું છે કે કુદરતી તેલો પોષક છે તેને રિફાઇન્ડ કે ડબલ રિફાઈન્ડ તેલ તૈયાર કરવામા આવે પછી તેમાં કોઈ સત્વ નથી રહેતું…. તો તેમાં તળેલા ખાદ્ય પદાર્થો શરીર માટે કેટલા સુરક્ષિત ગણાય…..? અને હવે તો વિદેશના તેલનો ભારતમાં વપરાશ વધ્યો છે. જેમાં કોઈ પોષક તત્વો નથી….! ખાદ્યતેલો અંગે લાંબો ઈતિહાસ છે પણ પછી ક્યારેક…. અત્યારે એક જ વાત કે દરેક વ્યક્તિ પોતાની સ્વાસ્થ્ય સુરક્ષા- શરીરને સાચવવા-રોગોથી બચવા મૂળ રૂપના કુદરતી ખાદ્ય પદાર્થો તરફ વળવું જાેઈએ…. એ જ સૌની સુરક્ષા છે….!

Follow Me:

Related Posts