મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે,”આજે વિચારધારાની લડાઈ છે જે શિવાજી મહારાજે લડી હતી”
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે શિવાજી મહારાજની પ્રતિમા માત્ર પ્રતિમા નથી પરંતુ એક વિચારધારા છે. જ્યારે આપણે વ્યક્તિની વિચારધારા અને તેના કાર્યોને પૂરા દિલથી સમર્થન આપીએ છીએ ત્યારે મૂર્તિનું નિર્માણ થાય છે. પરંતુ ભાજપ શિવાજીના વિચારોને સ્વીકારતું નથી. રાહુલે કહ્યું કે જ્યારે આપણે શિવાજીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ ત્યારે આપણે પ્રતિજ્ઞા પણ લેવી જાેઈએ કે જે રીતે શિવાજી મહારાજે પોતાનું આખું જીવન જીવ્યું અને વસ્તુઓ માટે લડ્યા, આપણે પણ તે વસ્તુઓ માટે લડવું જાેઈએ. આજે તે વિચારધારાની લડાઈ છે જે શિવાજીએ લડી હતી. આ દરમિયાન રાહુલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે શિવાજી મહારાજની પ્રતિમા બનાવી પરંતુ તે થોડા દિવસો પછી પડી ગઈ.
ભાજપ શિવાજી મહારાજની વિચારધારાને અનુસરતું નથી. આ લોકો ૨૪ કલાક વિચારધારા વિરુદ્ધ કામ કરે છે. અમારી લડાઈ બંધારણને બચાવવાની છે. અમારી લડાઈ વિચારધારાની લડાઈ છે. શિવાજી મહારાજે જીવનભર અન્યાય સામે ન્યાયનું યુદ્ધ લડ્યું અને સત્યના માર્ગે ચાલવાનું શીખવ્યું. અમે તેમના માર્ગને અનુસરવાનું ચાલુ રાખીશું અને લોકોના ‘ન્યાયના અધિકાર’ માટે લડત આપીશું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે સંદેશ આપ્યો હતો કે દેશ દરેકનો છે, બધાને સાથે લઈને ચાલવું પડશે અને અન્યાય ન થવો જાેઈએ. આજે ‘સંવિધાન’ શિવાજી મહારાજની વિચારસરણીનું પ્રતિક છે. બંધારણ શિવાજી મહારાજની વિચારસરણીના આધારે બનાવવામાં આવ્યું હતું, કારણ કે તેમાં તે બધું છે જેના માટે તેમણે જીવનભર લડ્યા હતા.
Recent Comments