fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ગૃહપ્રધાનના સ્ટાફના ૪ કર્મી પણ પોઝીટીવ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર મુંબઈમાં કોરોના વાઈરસના ૨૦,૧૮૧ નવા કેસ સામે આવ્યા છે. ત્યારે ૪ લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૭૯,૨૬૦ પર પહોંચી છે. મુંબઈમાં પોઝિટિવીટી રેટ ૨૯.૯૦ ટકા નોંધવામાં આવ્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે કોરોના ટેસ્ટ પણ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૭,૦૦૦ સેમ્પલ લેવામાં આવ્યા.

જેમાંથી ૨૦,૧૮૧ સેમ્પલ પોઝિટીવ આવ્યા છે. આ જાણકારી બીએમસી તરફથી આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં આજે ૧૦૭ નવા કેસ નોંધાયા છે. બીએમસીએ જણાવ્યું કે આ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. ધારાવીમાં કુલ કેસ ૭,૬૨૬ સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના ૩૬,૨૬૫ નવા કેસ નોંધાયા છે. ત્યારે ૧૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે ૨૪ કલાકમાં ૮,૯૦૭ લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે.મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે. મુંબઈમાં કોરોના વાઈરસના નવા ૨૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૪ દિવસમાં જ અલગ અલગ હોસ્પિટલના કુલ ૩૩૮ રેસીડેન્ટ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે.

ત્યારે રાજ્યના ગૃહપ્રધાન દિલિપ વાલસે પાટિલના સ્ટાફના ચાર સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ ડો. અવિનાશ દહિફલેએ કહ્યું કે છેલ્લા ૪ દિવસમાં અલગ અલગ હોસ્પિટલના કુલ ૩૩૮ રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને ગૃહપ્રધાન દિલિપ વાલસે પાટિલના સ્ટાફના ૪ સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે. રાજ્યના ગૃહપ્રધાન કાર્યાલયે કહ્યું કે મંત્રીના આવાસ પર રહેનારા લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts