fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ઝ્રસ્ના પુત્ર શ્રીકાંત શિંદેએ કેમ લોકસભામાં કર્યો હનુમાન ચાલીસા પાઠેંઁUPA નામથી વિપક્ષ સરમ અનુભવે છે ઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પુત્ર શ્રીકાંત શિંદે

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ ગૃહમાં જ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરી દીધું ત્યારે વાતાવરણ બદલાઈ ગયું હતું. આ સાથે તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમાં કોઈ હનુમાન ચાલીસા પણ વાંચી શકતું ન હતું. મહત્વનું છે કે, ગૃહમાં આ ઘટના ત્યારે બની જ્યારે એક મહિલા સાંસદે પૂછ્યું કે શું તમને હનુમાન ચાલીસા આવડે છે. મહિલા સાંસદના આ સવાલ પર શ્રીકાંત શિંદેએ ગૃહમાં જ હનુમાન ચાલીસાના પાઠ કરવા માંડ્યા હતા. જ્યાં સુધી તેને રોકવામાં ન આવે ત્યાં સુધી તેણે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. તમને જણાવી દઈએ કે શ્રીકાંત શિંદેએ ગૃહમાં લગભગ ૩૦ સેકન્ડ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. શિવસેના સાંસદે ગૃહને જણાવ્યું કે વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. આજે પણ એવું જ થઈ રહ્યું છે. વિપક્ષ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો છે. વિપક્ષો કદાચ ભૂલી ગયા છે કે અગાઉ વર્ષ ૨૦૧૮માં જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો ત્યારે વર્ષ ૨૦૧૯માં એનડીએને વધુ બેઠકો મળી હતી. વર્ષ ૨૦૧૪માં એનડીએના ૩૩૬ સભ્યો હતા જે વધીને ૩૫૩ થઈ ગયા. વિપક્ષ હવે ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. આ વખતે ૪૦૦ સીટો આવશે. શ્રીકાંત શિંદેએ કહ્યું કે, આજે ગૃહમાં જે ચર્ચા થઈ રહી છે તે અવિશ્વાસની નથી, પરંતુ અવિશ્વાસ સામે જનતાના વિશ્વાસની છે. વિપક્ષ ભૂલી રહ્યો છે કે જનતાનો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે. વિપક્ષે તેમના જાેડાણનું નામ ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ. તેઓ હવે યુપીએ નામથી શરમ અનુભવી રહ્યા છે. યુપીએનું નામ આવતાં જ કૌભાંડો, આતંકવાદી હુમલા અને ભ્રષ્ટાચાર યાદ આવે છે. તમને જણાવી દઈએ કે મંગળવારના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી, ત્યારબાદ તમામ પક્ષોના નેતાઓએ ચર્ચામાં ભાગ લીધો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુધી ૧૮ કલાક સુધી ગૃહમાં ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે. અત્યાર સુધીની માહિતી મુજબ રાહુલ ગાંધી ગુરુવારે જ ગૃહમાં બોલશે.

Follow Me:

Related Posts