રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલ હિંસાનો માસ્ટર માઇન્ડ ઝડપાયો અધ્યક્ષ ફહીમ ખાનની પોલીસ કરું ધરપકડ

નાગપુર,
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવાર રાત્રે ભડકી ઉઠેલી હિંસાના માસ્ટરમાઈન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે ફહીમ શમીમ ખાનને નાગપુર હિંસાના કેસમાં માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે.
ફહીમ ખાન, જે માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (સ્ડ્ઢઁ)ના નાગપુર શહેર પ્રમુખ છે, તેને ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી પોલીસ કસ્ટડી (ર્ઁઙ્મૈષ્ઠી ઝ્રેર્જંઙ્ઘઅ) માં રાખવામાં આવ્યો છે. આ હિંસાના કેસમાં તેનું નામ પોલીસની હ્લૈંઇ માં અન્ય આરોપીઓ સાથે સામેલ કરવામાં આવ્યું છે. ફહીમ ખાન (હ્લટ્ઠરૈદ્બ દ્ભરટ્ઠહ) ની રાજકીય પૃષ્ઠભૂમિ પણ નોંધપાત્ર છે, કારણ કે તેણે ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી સામે નાગપુરથી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી. જાેકે, આ બંને ચૂંટણીઓમાં તે નિષ્ફળ રહ્યો અને તેની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી.
પોલીસે અત્યાર સુધીમાં આ હિંસાના સંબંધમાં ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૬ હ્લૈંઇ નોંધી છે અને ૫૧ લોકોની ધરપકડ કરી છે. કુલ ૧૨૫૦ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી ૧૦૦ થી ૨૦૦ લોકોની ઓળખ પણ સ્થાપિત થઈ ચૂકી છે. આ હિંસાની શરૂઆત ૧૭ માર્ચ, ૨૦૨૫ના રોજ થઈ, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) અને બજરંગ દળે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી સાથે એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નાગપુરમાં એક અફવા ઝડપથી ફેલાઈ ગઈ કે ધાર્મિક પ્રતીકો ધરાવતી ચાદરને આગ લગાવી દેવામાં આવી છે. આ અફવાને કારણે લોકોમાં રોષ ફેલાયો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા. જાેકે, આ પ્રદર્શનો ટૂંક સમયમાં હિંસક બની ગયા. હિંસા દરમિયાન ઘણાં વાહનોને આગ લગાવી દેવામાં આવી, જેના પરિણામે અનેક પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકો ઘાયલ થયા.
પોલીસે નાગપુર હિંસા મામલે ૫૦ લોકોની ધરપકડ કરી છે. ૧૦૦થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. જે હિંસામાં સામેલ આરોપીઓની શોધ કરી રહી છે. દાવો થઈ રહ્યો છે કે, અભિનેતા વિકી કૌશલની છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ ભભૂક્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને સારા શાશક ગણાવ્યા હતા. બીજી તરફ વિહિપ અને બજરંગદળ દ્વારા ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગ પર થઈ રહેલા દેખાવો પર અફવા ફેલાતાં હિંસા ફાટી નીકળી હતી.

Follow Me:

Related Posts