મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં મંગળવારે રાત્રે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ૯ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માત ગતરાત્રે આઠ વાગ્યાની આસપાસ થયો હતો. પીડિતો નાગપુરથી લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેને આ અકસ્માત નડ્યો હતો. વાશિમના પોલીસ અધિક્ષક બચ્ચન સિંહે જણાવ્યું કે આ અકસ્માત જુલક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.વધુમાં તેમણે જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકો લગ્નમાં હાજરી આપીને નાગપુરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની પીકઅપ વાન વાશિમને સુલેહુ માર્કેટ સાથે જાેડતા રોડ પર રોડ કિનારે પાર્ક કરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. રાત્રે આઠ વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. આ તમામ લોકો વાશિમ જિલ્લાના સાવંગા જહાંગીર ગામના રહેવાસી છે. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત રાત્રે ૮ વાગ્યાની આસપાસ થયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને અન્ય નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સવારે પણ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક ફુલ સ્પીડે આવતા ટ્રકે ટ્રાફિકમાં ફસાયેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અકસ્માતમાં ૭ લોકો ઘાયલ થયા હતા. મંગળવારે સવારે ૬ઃ૩૦ વાગ્યે રાયગઢના ખોપોલી ખાતે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર એક ઝડપી ટ્રક પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે, ટ્રકે ટ્રાફિકમાં ફસાયેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. જેમાં ૭ લોકો ઘાયલ થયા હતા.
Recent Comments