fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ૨૦ ધારાસભ્યો અને ૧૦ મંત્રી થયા કોરોના પોઝીટીવ

હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણને જાેતા અજિત પવારે રાજ્યમાં વધુ કેટલાક નવા લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદવાનો સંકેત આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પુણે નજીક કોરેગાંવ ભીમા ખાતે વિજય સ્તંભનું અભિવાદન કરતી વખતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. દરમિયાન, જ્યારે પત્રકારોએ તેમને રાજ્યમાં, ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં વધારા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે રાજ્ય સરકારની ભૂમિકા પણ સ્પષ્ટ કરી.

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે પાંચ દિવસ સુધી સંમેલન કર્યું હતું. પરંતુ આ ૫ દિવસમાં ૧૦ મંત્રીઓ અને ૨૦ થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેથી જનપ્રતિનિધિ હોય કે સામાન્ય નાગરિક, નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. અજિત પવારે કહ્યું, નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવું પડશે. મુખ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. દૈનિક આંકડાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેની ઝડપનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જાે કોરોના સંક્રમિતોના કેસો ચોક્કસ ગતિ કરતા વધુ ઝડપથી આવવા લાગે છે, તો કડક નિયંત્રણો લાદ્યા વિના બીજાે કોઈ વિકલ્પ રહેશે નહીં. તેવું ન થાય તે માટે સૌના સહકારની જરૂર છે. કોરોના સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરો.ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં વધારાનો ઉલ્લેખ કરતા અજિત પવારે કહ્યું કે, કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થયો છે. જાે આ બે શહેરોમાં સંક્રમણ વધે છે તો તેનો ફેલાવો સમગ્ર રાજ્યમાં થવા લાગે છે. જાે ચેપ આ ગતિએ વધતો રહેશે તો વધુ કડક નિયંત્રણો લાદવા પડશે.છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, સાંસદ સુપ્રિયા સુલે, કેસી પાડવી, બાળ વિકાસ મંત્રી સહિત ઘણા ધારાસભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વર્ષના અંતિમ દિવસે ૮ હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેમાંથી ૫ હજારથી વધુ કેસ મુંબઈમાંથી સામે આવ્યા છે. રાજ્ય સરકારે ૩૧ ડિસેમ્બરની મધ્યરાત્રિથી કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે અને કાર્યક્રમોમાં હાજર લોકોની સંખ્યા મર્યાદિત કરી છે.

Follow Me:

Related Posts