રાષ્ટ્રીય

મહારાષ્ટ્રની ૧૫ ખાનગી લેબના લાઈસન્સ રદ કરવાની ચેતવણી

ઔરંગાબાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને આવી ચેતવણી ૧૫ ખાનગી લેબને મોકલી છે. શહેરમાં ૩૯ ખાનગી લેબને એન્ટિજેન અને ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરાવવાની પરવાનગી મળી છે. પરંતુ આમાંથી ૧૫ ખાનગી લેબોએ અત્યાર સુધી એક પણ કોરોના ટેસ્ટ કર્યો નથી. આ તમામ ૧૫ લેબને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે કોરોના ટેસ્ટ કરવાની લેબની પરવાનગી કેમ રદ ન કરવી જાેઈએ? આ તમામ લેબને ટૂંક સમયમાં નોટિસનો જવાબ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. જાહેર આરોગ્ય વિભાગે એન.એ.બી.એલ અને આઈ.સી.એમ.આર માન્યતા પ્રાપ્ત લેબમાં એન્ટિજેન અને આર.ટી-પી.સી.આર પરીક્ષણો કરવા માટે મંજૂરી આપી છે. વિભાગની ગાઈડલાઈન મુજબ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખાનગી લેબને મંજુરી આપવામાં આવે છે. કોરોના ટેસ્ટ કરવા માટેના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ પરવાનગી મળ્યા બાદ ૧૫ ખાનગી લેબોએ અત્યાર સુધી એક પણ કોરોના ટેસ્ટ કર્યો નથી. આ કારણે ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં શહેરની આ ૧૫ ખાનગી લેબને નોટિસ મોકલવામાં આવી છે. જે ૧૫ ખાનગી લેબને કોરોના ટેસ્ટ ન કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે તેમાં એમ.આઈ.ટી હોસ્પિટલ, એશિયન સિટી કેર, મરાઠવાડા લેબ રોશનગેટ, મિલિટરી હોસ્પિટલ છાવની, યશવંત ગાડે હોસ્પિટલ ગારખેડા, શનિ મંદિર પાસે આઈ.એમ.એ હોલ, ગણેશ લેબોરેટરી, પુંડલિકનગર, ઓરિઅન સિટી કેર હોસ્પિટલનો સમાવેશ થાય છે. અમૃત પેથોલોજી લેબ જાલના રોડ, સુમનાંજલિ નર્સિંગ હોમ, યુનિસેફ પેથોલોજી લેબ ભડકલગેટ, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક, કસ્તુરી પૈથ લેબ ગારખેડા, સહ્યાદ્રી હોસ્પિટલ સિડકો એન-૨ લેબનો પણ સમાવેશ થાય છે.

આ દરમિયાન તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં છેલ્લા એક દિવસમાં કોરોનાના ૪૩,૨૧૧ કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં ૧૧,૩૧૭ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યભરમાં કોરોનાના કારણે ૧૯ લોકોના મોત થયા છે. મુંબઈની વાત કરીએ તો અહીં એક દિવસમાં કોરોનાને કારણે ૯ લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા એક દિવસમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા ૩૩,૩૫૬ છે. ઓમિક્રોનના ૨૩૮ નવા કેસ પણ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧,૬૦૫ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા છે.કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી વધુને વધુ કોરોના ટેસ્ટ કરાવવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં એવી ઘણી ખાનગી લેબ છે જેના પર આ અપીલથી કોઈ ફરક પડી રહ્યો નથી. રાજ્યમાં આવી ઘણી ખાનગી લેબોરેટરીઓ છે જેણે સરકાર પાસેથી ઘણા સમય પહેલા મંજુરી લીધી હતી પરંતુ આજ સુધી કોરોનાનો એક પણ ટેસ્ટ કર્યો નથી. આવી ખાનગી લેબને નોટિસ મોકલવામાં આવી રહી છે અને લાઇસન્સ રદ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

Related Posts