મહારાષ્ટ્રનો મામલો સંસદમાં ગૂંજ્યોઃ ગૃહમંત્રીને વસૂલી કરતા આખા દેશો જાેયોઃ જાવડેકર
મહારાષ્ટ્રમાં મુકેશ અંબાણીના નિવાસ એન્ટિલિયાથી શરુ થઇ રાજ્ય સરકારના ગૃહમંત્રી સુધી પહોંચેલો વિવાદ હવે રાજધાની દિલ્હીની સંસદમાં ગુંજવા લાગ્યો છે. સોમવારે સત્ર શરુ થતાં સંસદના બંને ગૃહમાં આ મુદ્દે બબાલ થવા લાગી હતી.
ભાજપના સભ્ય પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવતો કહ્યું કે ત્યાંના ગૃહમંત્રી વસુલી કરી રહ્યા છે અને આખો દેશ જાેઇ રહ્યો છે. દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખની આ મામલે કથિત સંડોવણી મામલે એનસીપી બાદ કોંગ્રેસની પણ ઉચ્ચસ્તરીય બેઠક મળી રહી છે.
મહારાષ્ટ્રના મુદ્દે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગૃહમંત્રીને વસુલ કરતા આખા દેશે જાેયાની વાત કરતા રાજ્ય સભામાં હંગોમો થઇ ગયો હતો. જાે કે ચેરમેને સ્પષ્ટ કરી દીધું હતું કે કંઇ પણ રેકોર્ડ પર લેવાશે નહીં. અલબત્ત હંગામા વચ્ચે રાજ્ય સભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત થઇ ગઈ હતી.
માત્ર રાજ્યસભા જ નહીં લોકસભામાં પણ આ મામલે બબાલ થઇ હતી. ભાજપના સાંસદ રાકેશ સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાત્કાલિક પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દેવું જાેઇએ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને આ મામલાની તપાસ સોંપવી જાેઇએ.
રાકેશ સિંહે કહ્યું કે પહેલી વખત છે જ્યારે કોઇ મુખ્યમંત્રીએ છઁૈંના સમર્થનમાં પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી. એ જ એપીઆઇને ૧૦૦ કરોડ રુપિયા વસુલવાનું ટાર્ગેટ અપાયું હતું. તેના જવાબમાં શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે પલટવાર કરતા કહ્યું કે મહારાષ્ટ્રની સરકારને ઉથલાવી પાડવાના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા છે. પરમબીર સામે આરોપો લાગ્યા છે. જેની તપાસ થઇ રહી છે.
Recent Comments