મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એક આંતરિક સર્વે કર્યો

કોંગ્રેસ માત્ર લોકસભામાં જ નહીં પરંતુ વિધાનસભામાં પણ સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના ઃ કોંગ્રેસના સર્વેમાં મહારાષ્ટ્ર અંગે ચોંકાવનારો ખુલાસો મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે એક આંતરિક સર્વે કર્યો છે. આ સર્વે અનુસાર, કોંગ્રેસ માત્ર લોકસભામાં જ નહીં પરંતુ વિધાનસભામાં પણ સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના છે. અહેવાલ અનુસાર, કોંગ્રેસને ૮૫ બેઠકો મળી શકે છે, જ્યારે શરદ પવારના જૂથને ૫૫થી ૬૦ બેઠકો અને ઉદ્ધવ ઠાકરે જૂથને ૩૨થી ૩૫ બેઠકો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સર્વે પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતી વચ્ચે કડક મુકાબલો થવાની સંભાવના છે. છમ્ઁ માઝા અનુસાર સર્વે દ્વારા એ સંકેત પણ આપવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેની સતત મુખ્યમંત્રી પદની માંગને લઈને તેમને એક પ્રકારે ચેતવણી આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે સર્વેના પરિણામો દ્વારા શિવસેના (ેંમ્)ને એ સંદેશ આપ્યો છે કે તેમના વગર પણ કોંગ્રેસ અને એનસીપી (એસપી) જાદુઈ આંકડાને સ્પર્શી શકે છે.
મહાવિકાસ અઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ૧૬ ઓગસ્ટે મહાવિકાસ અઘાડીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવે. જાેકે, કોંગ્રેસ અને શરદ પવાર જૂથે આ પર કોઈ ઠોસ પ્રતિક્રિયા આપી નથી. ઠાકરેનું માનવું છે કે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો જરૂરી છે. મુંબઈમાં બેઠકોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને ઠાકરે જૂથ વચ્ચે પણ તણાવ ચાલી રહ્યો છે. ઠાકરે જૂથ મુંબઈની ૨૦થી ૨૨ બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છુક છે,
જ્યારે કોંગ્રેસે તેમને ૧૮ બેઠકોનો પ્રસ્તાવ આપ્યો છે. આ દરમિયાન, શરદ પવારની એનસીપીએ પણ ૭ બેઠકો પર દાવો કર્યો છે. આવી સ્થિતિમાં બેઠકોની વહેંચણી તમામ પક્ષો માટે પડકારજનક હોઈ શકે છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તમામ ૨૨૫ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો ર્નિણય કર્યો છે. સ્દ્ગજીના વડા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, “લોકોએ મહાયુતિ અને સ્ફછ દ્વારા રમાતી ગંદી રાજનીતિ જાેઈ છે. અમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ૨૨૫ ઉમેદવારોને મેદાનમાં ઉતારીશું.’
કોને કેટલી બેઠકો?
કોંગ્રેસ ઃ ૮૫ બેઠકો
બીજેપી ઃ ૫૫ બેઠકો
એનસીપી (શરદ પવાર જૂથ)ઃ ૫૫ ૬૦ બેઠકો
શિવસેનાઃ ૨૪ બેઠકો
એનસીપી (અજિત પવાર જૂથ)ઃ ૮ ૯ બેઠકો
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ઃ ૩૨ ૩૫ બેઠકો
Recent Comments