fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને અજિત પવારનો ઝટકો, ભાજપનું NCP ને આમંત્રણ

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં બધુ બરાબર દેખાઈ રહ્યું નથી. શરદ પવારે અદાણી-સાવરકર મુદ્દે કોંગ્રેસથી અલગ અભિપ્રાય રાખી રહ્યા છે, તો અજિત પવાર પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે. હવે ભાજપે દ્ગઝ્રઁને પણ સાથે આવવા આમંત્રણ આપ્યું છે. આ સાથે ભાજપે દાવો કર્યો છે કે ફેબ્રુઆરી પછી મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાશે. મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. જ્યાં એક તરફ એનસીપી ચીફ શરદ પવારે સરકાર વિરુદ્ધ વિપક્ષના મુદ્દાઓ ઉઠાવ્યા તો બીજી તરફ તેમના ભત્રીજા અજિત પવાર પીએમ મોદીના કરિશ્માના વખાણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભાજપે એનસીપીને સાથે આવવા આમંત્રણ આપ્યું છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું છે કે જાે રાષ્ટ્રવાદીઓ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) રાષ્ટ્રવાદ સાથે આવવા માંગે છે, તો કોઈને શું વાંધો છે? બીજી તરફ, અજિત પવારે મહાગઠબંધનમાં ભંગાણ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે.

Follow Me:

Related Posts