રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. શિંદેએ, શીવસેનાના તેમના જૂથના ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે ગઠબંધન માટે હાથ મિલાવ્યા, ત્યારબાદ તેઓ મુખ્ય પ્રધાન બન્યા અને ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. ઉદ્ધવ ઠાકરેને ખ્યાલ નહોતો કે શિવસેના એક સાથે તૂટી જશે અને તેઓ મુખ્યમંત્રી પદ ગુમાવશે. ઠાકરે અને શિંદેએ એકબીજાને દેશદ્રોહી ગણાવ્યા હતા, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં જણાવ્યું હતું કે તેમણે ઠાકરે પર તેમના વિશ્વાસઘાતનો બદલો લીધો હતો. વર્ષ ૨૦૧૯માં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ અને શિવસેના સરકાર બનાવવાની સ્થિતિમાં હતા. બંનેએ ગઠબંધન કરીને ચૂંટણીમાં જીતનો ઝંડો ફરકાવ્યો હતો. જાેકે, સીએમ પદને લઈને વિવાદ વધ્યો, ત્યારબાદ દાયકાઓ જૂની મિત્રતાનો અંત આવ્યો. તે સમયે ઠાકરેએ સીએમ બનવા માટે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને સીએમ બન્યા, પરંતુ શિંદેએ તેમની સત્તા પલટી નાખી. મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યા બાદ શિંદે સતત પોતાની પાર્ટીનું કદ વધારવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે તેઓ કેન્દ્રીય કેબિનેટમાં ૩ મંત્રી પદ ઈચ્છે છે. અહીં, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર કેબિનેટના ફેરબદલમાં ઘણા મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે અને સંગઠનાત્મક ભૂમિકાઓ સોંપવામાં આવી શકે છે. ફડણવીસે કેબિનેટ વિસ્તરણની પુષ્ટિ કરી છે. હાલમાં, શિંદે-ફડણવીસ સરકારમાં ૨૦ મંત્રીઓ છે, જેનું છેલ્લું વિસ્તરણ ઓગસ્ટમાં થયું હતું. હવે એવી અટકળો ચાલી રહી છે કે રાજ્યમાં મંત્રીઓની સંખ્યા સંભવિતપણે વધીને ૪૩ થઈ શકે છે.

Related Posts