મહારાષ્ટ્રમાં નવી સરકારની ફોર્મ્યુલા તૈયાર શિંદે જૂથને ૧૩ મંત્રી પદ
ભાજપની સાથે મળી સરકાર બનાવવાની સ્થિતિમાં એકનાથ શિંદે, ઉદય સામંત, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલ અને દીપક કેસરકરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથ તરફથી ડેપ્યુટી સીએમના પદને લઈને પણ દબાવ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેને લઈને સહમતિ બની શકી નથી. ચર્ચાઓ છે કે ભાજપ અને એકનાથ શિંદે જૂથ તરફથી જલદી વિશ્વાસ મત પ્રસ્તાવની માંગ રાજ્યપાલ પાસે કરવામાં આવી શકે છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો હતો કે ૧૫ બળવાખોરને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરફથી અયોગ્ય ઠેરવવા પર જે નોટિસ મળી છે, તે તેના પર ૧૨ જુલાઈ સુધી જવાબ આપી શકે છે. તેવામાં ધારાસભ્યોનું સભ્ય પદ આગામી બે સપ્તાહ સુધી સુરક્ષિત છે અને તે વિધાનસભામાં મતદાન કરી શકે છે.
ભાજપ અને શિંદે જૂથ બે વિકલ્પો પર વિચાર કરી રહ્યાં છે. પ્રથમ વિકલ્પ છે કે બળવાખોરોને સંપૂર્ણ સુરક્ષા વચ્ચે વિધાનસભામાં મતદાન માટે લાવવામાં આવે. આ સિવાય બળવાખોરની ગેરહાજરીમાં કઈ રીતે બહુમત સાબિત કરી શકાય છે. તેના પર ભાજપ મંથન કરી રહ્યું છે. હકીકતમાં મુંબઈ આવવા પર કેટલાક ધારાસભ્યો ફરી જાય અને શિવસેનાના પ્રભાવમાં આવી જવાનું જાેખમ છે. તેવામાં ભાજપ બીજા વિકલ્પ પર વિચાર કરી શકે છે. આ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને પીએમ મોદીનું નામ લઈ ચેતવણી આપી છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તે પાર્ટીએ આ મામલાથી અલગ રહેવું જાેઈએ, જેની લીડરશિપ પીએમ મોદી કરે છે. આ સાથે તેમણે બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટીમાં જ આરામ કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું- તેના માટે ૧૧ જુલાઈ સુધી ત્યાં આરામ કરવાનો આદેશ છે.
મહારાષ્ટ્રમાં તેના માટે કોઈ કામ નથી. સાથે કહ્યું કે, તે પણ વેટ એન્ડ વોચ કરી રહ્યાં છે. રાઉતે કહ્યું કે ગુવાહાટીમાં તમામ ધારાસભ્યો બળવાખોર નથી. એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મળેલા રક્ષા કવચ બાદ ભાજપ સક્રિય થઈ ગઈ છે. ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે હવે સરકાર રચવાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે સરકાર બનાવવાને લઈને મંથન ચાલી રહ્યું છે અને મંત્રી પદના વિભાજનની રૂપરેખા પણ તૈયાર થઈ ગઈ છે. સૂત્રો પ્રમાણે ભાજપે ૨૯ મંત્રી પદ પોતાની પાસે રાખવાનો ર્નિણય કર્યો છે અને એકનાથ શિંદે જૂથને ૧૩ મંત્રી પદ આપવામાં આવી શકે છે. તેમાંથી ૮ લોકોને કેબિનેટ મંત્રી અને આઠ રાજ્યમંત્રી બનાવવાની તૈયારી છે.
Recent Comments