fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં પુણેના નવલે પુલ પર દુર્ઘટનામાં ૪૮ વાહનો ક્ષતિગ્રસ્ત, ૬ લોકો ઘાયલ થઈ ગયા

મહારાષ્ટ્રના પુણે શહેરના નવલે પુલ પર રવિવારની મોડી સાંજે એક બેકાબૂ ટેન્કરે કેટલાય વાહનોને ધમરોળી નાખ્યા હતા, જેને લઈને ૬ લોકો ઘાયલ થઈ ગયા હતા. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ ૪૮ વાહનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. અધિકારીએ કહ્યું કે, પુણેમાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર નવલે પુલ પર એક મોટી દુર્ઘટના થઈ છે. જેમાં લગભગ ૪૮ વાહનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ અથોરિટીએ રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચાડી દીધી. ભીષણ રોડ અકસ્માતની સૂચના મળ્યા બાદ પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ અથોરિટીની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, એક ટેન્કરની બ્રેક ફેલ થઈ ગઈ અને કેટલાય વાહનો સાથે તે ટકરાઈ ગઈ, આ દુર્ઘટના રાતના ૯ વાગે થઈ. જેના કારણે ઓયલ રસ્તા પર ફેલાઈ ગયું, જેનાથી રોડ પર ચાલતા વાહનો લપસી ગયા અને એકબીજા સાથે ટકરાઈ ગયાં. આ દુર્ઘટનાના કારણે હાઈવે પર, સતારાથી મુંબઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. લગભગ ૨ કિમીથી વધારે લાંબો ટ્રાફિક જામની સૂચના મળી હતી. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાના સ્થળે અફરાતફરી મચેલી હતી. દુર્ઘટના બાદ મોટી ભારે સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા. પુણે સિટી પોલીસે ટ્રાફિક ડીજીને જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં ૬ લોકો ઘાયલ થયા છે.

Follow Me:

Related Posts