fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ભયજનક સ્થિતિ, ઠાકરેએ મોદીને ફોન કરી કહ્યું- ઓક્સિજનની તાતી જરૂર

કોરોના વાયરસ સંક્રમણના લીધે દેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૩,૭૨૯ નવા કેસ સામે આવ્યા છે. તો ૩૯૮ લોકોના મોત થયા છે. તો મુંબઇમાં ૮૨૧૭ નવા કેસ આવ્યા છે જ્યારે ૪૯ લોકોના મોત થયા હતા. આમ મુંબઇમાં કોરોનાના ૮૬ હજાર વધુ એક્ટિવ કેસ છે.

કોરોનાથી સંકટ ઘેરાતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. તેણે મહારાષ્ટ્રમાં કોરોનાથી વિકરાળ સ્થિતિની વચ્ચે ઓક્સિજનની અછત અંગે પીએમ મોદીને માહિતી આપી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ૧૨૦૦ થી ૧૫૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને એવામાં એરલિફ્ટ કરીને ઓક્જિસન આપવામાં આવે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના રોજ સમીક્ષા બેઠક કરી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું કે લોકોને તેમની કોરોના તપાસના રિપોર્ટ ઝડપથી આપવામાં આવે. તેની સાથે જ લોકોને ઓક્સિજન અને બેડ જેવી સુવિધાઓ ઝડપથી ઉપલ્બધ કરાવામાં આવે. આ બેઠકમાં બીએમસી કમિશ્નર આઇએસ ચહલ પણ સામેલ હતા.

મહારાષ્ટ્ર સ્ટેટ કોવિડ ટાસ્ક ફોર્સના ચેરપર્સન ડૉ.સંજય ઓકે સૂચન કર્યું કે હોસ્પિટલમાં બિનજરૂરી સર્જરી ટાળી દેવામાં આવે જેથી કરીને ઓક્સિજન બચાવી શકાય. તેમણે કહ્યું કે જાે કે તેના પર ર્નિણય સ્થાનિક સ્તર પર દર્દીની સ્થિતિના આધાર પર લેવાશે. આપને જણાવી દઇએ કે કોરોનાના વધતા કેસોની વચ્ચે કેટલાંય ભાગમાં ઓક્સિજનની અછતના કિસ્સા સામે આવ્યા છે.

Follow Me:

Related Posts