રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં વકરતો કોરોનાઃ પોલીસને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા કેસ જાેતા હવે મુંબઈ પોલીસમાં પણ વર્ક ફ્રોમ હોમની શરૂઆત થઈ રહી છે. મહારાષ્ટ્ર પોલીસના ડીજીપી તરફથી આ અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે છેલ્લા ૧૦ દિવસથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને લગભગ ૪૭ હજાર નવા કેસ સામે આવ્યા છે.

આદેશ મુજબ ક્લાસ એ અને બીના અધિકારીઓની ૧૦૦ ટકા હાજરી જરૂરી છે. ત્યારબાદ પોલીસ કાર્યાલયમાં કામ કરનારા ક અને ડ ગ્રુપ એટલે કી સી અને બી વર્ગના કર્મચારીઓની હાજરી ૫૦ ટકા કરવામાં આવી છે જેમાં ૨૫ ટકા સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા છે અને બાકીના ૨૫ ટકા સવારના ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા છે. કોને કામ પર બોલાવવાના છે તેનો ર્નિણય પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારી લેશે. બાકીના બચેલા કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે અને ફોન પર ઉપસ્થિત રહેશે. જેમને જરૂર પડ્યે બોલાવી શકાય.

કોરોનાના ૨ નવા વેરિએન્ટ પકડમાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ૈંહઙ્ઘૈટ્ઠહ જીટ્ઠજિ-ર્ઝ્રદૃ-૨ ય્ીર્હદ્બૈષ્ઠજ ર્ઝ્રહર્જિંૈેદ્બ નામથી કમિટી બનાવી હતી. આ કમિટીએ ભારતમાં ૩૫૦૦ સેમ્પલ જાેયા. જેમાંથી પહેલા યુકે વેરિએન્ટના ૧૮૭ કેસ જાેવા મળ્યા. બીજાે સાઉથ આફ્રિકા વેરિએન્ટ ૬ લોકોમાં જાેવા મળ્યો. ત્રીજાે બ્રાઝિલવાળો સ્ટ્રેન વેરિએન્ટ ૧ વ્યક્તિમાં જાેવા મળ્યો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ચોથા અને પાંચમા બે નવા વેરિએન્ટ મળ્યાની પુષ્ટિ થઈ છે. આ જ રીતે અત્યાર સુધીમાં કુલ ૫ વેરિએન્ટ પકડમાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં આ શહેરોમાં લોકડાઉન

મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળા બાદ યવતમાલ, અમરાવતી, અને અચલપુરમાં લોકડાઉનની જાહેરાત થઈ છે. અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગ્યું છે. જે ૧ માર્ચ સવારે ૮ વાગ્યા સુધી લાગુ રહેશે. યવતમાલ, અકોલા અને અકોટમાં ૧ માર્ચ સવાર ૬ વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જાે કે આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. પુના અને નાસિકમાં રાતે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. પુનામાં ૨૮ ફેબ્રુઆરી સુધી શાળા કોલેજાે બંધ રખાઈ છે. આ ઉપરાંત નાગપુરમાં શાળા કોલેજ અને ટ્યૂશન સેન્ટર ૭ માર્ચ સુધી બંધ કરાયા છે. માર્કેટ ફક્ત શનિવાર અને રવિવારે ખુલશે.

Related Posts