દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે ત્યારે સરકાર દ્વારા કેન્દ્રીય નિષ્ણાંતોની ટુકડીઓ અલગ-અલગ રાજ્યોમાં દોડાવવામાં આવી હતી અને આ ટુકડીઓ દ્વારા એવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્ર પંજાબ અને છત્તીસગઢ રાજ્યોમાં કોરોનાવાયરસ સામેની લડાઈમાં ઘણી બધી ખામીઓ મળી આવી છે અને તેને લીધે વાઇરસ બેકાબુ બન્યો છે.
કેન્દ્રીય ટીમ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે આ ત્રણેય રાજ્યોમાં ક્યાંક ઓક્સિજન સિલિન્ડર નથી તો ક્યાંક વેન્ટિલેટર બંધ પડ્યા છે, એજ રીતે હોસ્પિટલોમાં સંતોષકારક વ્યવસ્થા પણ જાેવા મળતી નથી. આ બધા બેઝિક કારણો છે જેને લીધે વાઇરસ વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે.
Recent Comments