લોકસભા ચુંટણીના પરિણામો બાદ, મહારાષ્ટ્ર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાર્ટીના થયેલા રકાસની જવાબદારી સ્વીકારી છે અને તેમણે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાના રાજીનામાની ઓફર કરી છે. લોકસભા ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવા માટે બુધવારે બીજેપીના મહારાષ્ટ્ર યુનિટની બેઠક મળી હતી. પાર્ટીએ આ વખતે સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં ૯ લોકસભા બેઠકો જીતી છે, જે ૨૦૧૯ની સંસદીય ચૂંટણી કરતાં ૧૪ ઓછી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે બેઠકમાં ભાગ લઈ રહેલા નેતાઓમાં સામેલ છે.
મહારાષ્ટ્ર ભાજપમાં ભૂકંપમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાના રાજીનામાની ઓફર કરી


















Recent Comments