ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ, ફરી ધરતી પર આવી રહ્યા છે. ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્ર તેમજ મહુવા અને ભાવનગરથી ડુંગળી આવતા ભાવમાં કડાકો બોલ્યો છે. જેને લઈને હોલસેલ બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો ૩૫થી ૪૦ રૂપિયા થઈ ગયો છે. જ્યારે છુટક બજારમાં ૮૦ રૂપિયા જેટલો ભાવ ચાલી રહ્યો છે. જાે કે, કમોસમી વરસાદી વાતાવરણને લઈને વેપારીઓ પણ ડુંગળી ખરીદવા તૈયાર નથી. દિવાળી પહેલા ડુંગળીની આવક ઘટી હતી. જેને કારણે તેના ભાવ પણ વધ્યા હતા. જાે કે, મહારાષ્ટ્રના નાસિક અને ભાવનગરના મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ૭૦ જેટલી ટ્રકોમાં ડુંગળીની આવક થઈ છે. ડુંગળીની આવક રાબેતા મુજબ થતાં ભાવ પણ ગગડ્યા છે. ભાવનગર માર્કેટયાર્ડમાં હાલમાં ૧૫૦૦ જેટલા થેલા એક જ દિવસમાં વેચાણ માટે આવ્યા છે. જાે કે, વેપારીઓ વરસાદી વાતાવરણને કારણે ખરીદીથી દૂર છે, ત્યારે ભાવ હજુ ગગડે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્ર, મહુવા અને ભાવનગરથી ડુંગળી આવતા ભાવમાં કડાકો બોલ્યોહોલસેલ બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિકિલો ૩૫થી ૪૦ રૂપિયા થઈ ગયો

Recent Comments